________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૨૮૯ પશ્ચાત્કૃત વેદક એટલે શું ?
પહેલાં જેમને પુરુષવેદને કે સ્ત્રીવેદને કે નપુંસકવેદને અનુભવ કર્યો હોય અને પછીથી દીક્ષિત થઈ વેદ રહિત થયેલા જીને.
૧. પુરુષ પશ્ચાસ્કૃત અદક ૨. સ્ત્રી પશ્ચાદ્ભૂત અવેદક ૩. નપુસંક પશ્ચાત્કૃતવેદક કહેવાય છે.
પ્રશ્ન–હે પ્રભો! એયપથિક કર્મને બંધ ભૂતકાળમાં કેઈએ કર્યો છે? વર્તમાનકાળમાં કરે છે? ભવિષ્યકાળમાં કરશે? આ પહેલો ભાગ થયે, બીજા પણ ભાગા નીચે પ્રમાણે થશે.
૧. કર્યો છે? કરે છે? કરશે? ૨ કર્યો છે? કરે છે? નહીં કરે ? ૩. કર્યો છે? કરતા નથી? કરશે? ૪. કર્યો છે? કરતું નથી ? નહીં કરે? પ. નથી કર્યો? કરે છે? કરશે ? ૬. નથી કર્યો? કરે છે? નહીં કરે? ૭. નથી કર્યો? કરતું નથી ? કરશે? ૮. નથી કર્યો? કરતા નથી ? નહિ કરે ?
આ પ્રમાણેના ઉપરના આઠે વિકપ ભવાકર્ષની અપેક્ષાએ જાણવા.