________________
૨૨૧
શતક ૮મું : ઉદ્દેશક-૪ બીજા કેઈ સાધનથી હલાવે છે તે તે પ્રદેશને કંઈ પણ નુકશાન થતું નથી.
કેમકે પ્રદેશોને કઈ કંપાવી, બાળી, તેડી, ફેડી શકો નથી. આચારાંગસૂત્રમાં પણ કહેવાયું છે કે, “ન છિદ્યન્ત, ન મિતે, ન દદ્યન્ત, ન હન્યતે” અર્થાત્ આત્માના પ્રદેશ છેદાતા નથી, ભેદાતા નથી, તેમ કેઈનાથી મરાતા પણ નથી. માટે જ આત્માને છેદ્ય, અભેદ્ય કહ્યો છે.
પૃથ્વીઓ આઠ કહી છે. તે આ પ્રમાણે –રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમ પ્રભા અને આઠમી પૃથ્વી ઈષતું પ્રાગભારા (સિદ્ધ શિલા).
હે પ્રભે ! રત્નપ્રભા પૃથ્વી ચરમ છે કે અચરમ છે?
ચરમા એટલે પ્રાન્તવતિની.
અચરમા એટલે મધ્યવતિની.
શબ્દો સાપેક્ષ હોવાથી અમુકની અપેક્ષાએ ચરમ અને અમુકની અપેક્ષાએ અચરમ હોઈ શકે છે. ભગવાને કહ્યું કે રત્નપ્રભા પૃથ્વી ચરમા (પ્રાન્તવર્તાિની) નથી, કેમકે રત્નપ્રભા પૃથ્વીમાં જે બીજી પૃથ્વી હોય તે તેમાં ચરમાન વ્યવહાર હોઈ શકે, પણ તેમ નથી, માટે જ ચરમા નથી. તેમ રત્નપ્રભા પૃથ્વીની બહારની તરફ બીજી પૃથ્વી હોય તે તે અપેક્ષાએ અચરમા (મધ્યવતિની) કહી શકાય છે, પણ તેમ નથી, માટે અચરમા પણ નથી, આ ચરમતા અને અચરમતા જ્યારે એક