________________
૨૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
રૌદ્રધ્યાનથી બચાવી શકે તેમ નથી અને મરતી વખતે જેવી ભાવના રહેશે પ્રાય: તેવી ગતિ પણ તેના ભાગ્યમાં રહેશે.
આર્તધ્યાનમાં મરનારે માણસ દેવગતિ કે મનુષ્યગતિને મેળવી શકે તેમ નથી પણ તિર્યંચ અવતારને જ મેળવશે. તથા રૌદ્રધ્યાનમાં મરનાર ભાગ્યશાળીને તેને સંગ્રહેલો એક પણ પૈસે-આભૂષણ–વશ્વ આદિ પદાર્થો નરકગતિમાં જતાં તેને પાલવ પકડીને રોકનાર નથી.
માટે દયાધર્મના વિકાસ માટે, સમતા ધર્મની પ્રાપ્તિ માટે અને અહિંસક ધર્મની ટ્રેનિગ લેવા માટે પણ વનસ્પતિ અને તજજન્ય પદાર્થો ઉપર નિયંત્રણ કરવું સર્વથા અનિવાર્ય છે .
વધારે આગળની શતાબ્દીઓ સુધી ભલે ન જઈએ, તે એ જર્મનીની લડાઈ પછી માનવે પરિગ્રહ નિયંત્રણનું શિક્ષણ લીધું હોત તે આજે આપણે ભારત દેશ બધી રીતે સુખી–સ તેષી અને આઝાદી દ્વારા આબાદીને ઉત્પન્ન કરી શક્યો હોત.
પરંતુ પરિગ્રહના લેભે પિતાના વ્યાપારમાં સંયમ અર્થાત વ્રતની મર્યાદા કરી શકયા નથી. માટે સીમાતીત જૂઠ, પ્રપંચ, બેટા તેલ માપ, વ્યાજ તથા કાળાબઝાર દ્વારા બે નંબરનું નાણું, બેટા અને બનાવટી હિસાબના ચોપડાઓ, ભેળસેળ, આવક અને વેચાણ વેરામાં કરાતી ચેરીઓ, ઉપરાંત દાણચેરીના વિવિધ ધંધાઓ આપણે કરતાં થયાં. ફળસ્વરૂપે આ ભવને પણ બગાડ અને આવનારા ભવના પણ આપણે દુશ્મન બનવા પામ્યા. અને સાથોસાથ જૈન ધર્મને તથા જેન ગુરૂઓને પણ મહદશે કલ પ્તિ કર્યા છે.