________________
શતક ૭મું : ઉદ્દેશક–૯
પ્રશ્ન–અસંવૃત અણગાર (વૈકિય લબ્ધિ પ્રાપ્ત) બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણ વાળા અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની અને અનેક વર્ણવાળા અનેક રૂપની વિદુર્વણા-રચના કરવાને સમર્થ હોય છે. આ પ્રમાણે વર્ણ આદિની અપેક્ષાએ પણ પ્રશ્નો છે.
પ્રશ્ન–આમાં ચેટક રાજા અને કેણિકની યુદ્ધભૂમિનું કથાત્મક વિસ્તૃત વર્ણન છે કથાની પૂર્વભૂમિકા સક્ષેપમા આ પ્રમાણે છે – - વૈશાલી નગરીમાં મહાપ્રભાવશાલી, અરિહ તેના ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાળુ, શિયળ અને સદાચારનો અજોડ પાલક અને રક્ષક, તથા અત્યુત્તમ વ્યક્તિત્વ ધારક ચેટક નામનો રાજા હતા, જે ભગવાન મહાવીરસ્વામીના મામા હતા. તેમને સાત પુત્રીઓ હતી, જે સતી શિરામણ તથા જૈન ધર્મના પાલનમાં પૂરેપૂરી ૨ ગાયેલી હતી. પ્રથમ તેઓ ભગવાન પાર્શ્વનાથન આનાથી હતા. પાછળથી ભગવાન મહાવીર સ્વામીને સપ્રતિક્રમણધર્મ તેઓએ અંગીકાર કર્યો જે તેઓની નસેનસમાં વ્યાપ્ત થઈ ગયા હતે. મહારાજા ચેટકનો પરિવાર ભગવાન મહાવીરને પૂર્ણ ઉપાસક બની ગયેલ હતા. તેમના રોમેરોમમાં અરિહંતત્વ વ્યાસ થઈ ગયું હતુ.
અખિલ સંસાર જૈન ધર્મને અનુરાગી બને, અહિંસા ધર્મની પતાકાઓ ઘેર ઘેર ફરકે, સંયમની મહાપતાકાઓ શેરીએ શેરીએ લહેરાય, આવા ઉદાત્ત આશયથી મહારાજા ચેટકે