________________
શતક સાતમું : ઉદ્દેશક-૮
પ્રશ્ન–આ ઉદ્દેશામાં આટલી વસ્તુઓને નિર્દેશ છે કેવળ સંયમ વડે કે તપ વડે જીવ સિદ્ધ થાય છે? ૨. હાથીમાં અને કીડીમાં જીવ સમાન છે? ૩. પાપકર્મો દુખરૂપે જ હોય છે? ૪. સંજ્ઞાઓ કેટલી ? ૫. નારકેને વેદના કેટલા પ્રકારે ? ૬. હાથી અને કીડીને અપ્રત્યાખ્યાન શું સમાન છે? ૭. આધાકમી આહાર કરનાર સાધુ શુ બાંધે? આ પ્રમાણે સાત પ્રશ્નોત્તરી છે
પહેલો પ્રશ્ન પ્રથમ ભાગમાં ચર્ચાઈ ગયે છે
પ્રશ્ન–હે પ્રભે ! દીર્ઘકાય હાથી અને લઘુકાય કીડીના શરીરમાં જીવ એક સમાન છે? જવાબમાં ભગવાને કહ્યું કેહે ગૌતમ! રાયપણ સૂત્રમાં કહ્યું છે તેમ સૌમાં જીવ સમાન જ હોય છે. કેવળ સમુદુઘાતને છોડીને જીવ શરીર પ્રમાણી હોય છે. અર્થાત્ શરીરનો આહાર નાનો હોય કે મોટો હોય તે પણ આત્મા સૌમાં એક સમાન એટલે કે પિતાના અસંખ્યાત પ્રદેશ સાથે હેય છે
છ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ પિતાની વિશેષ શક્તિ વડે પોતાના પ્રદેશને સ કોચી અને વિસ્તારી શકે છે. અર્થાત્ હાથીના શરીરમાં રહેલ જીવ હાથીના શરીરના અણુ અણુએ વિસ્તૃત થઈને રહે છે અને હાથીના અવતારને પૂર્ણ કરી તે જ જીવ જ્યારે કીડીના અવતારને ધારણ કરે છે ત્યારે પોતાના પ્રદેશ સાથે કીડીના શરીરના અણુએ અણુમાં રહે છે.