________________
૧૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ઉપશમ માટે જાગૃત રહીને પુરુષાર્થ કરે છે. માટે પ્રારબ્ધ નિકાચિત કર્મોનું વેદન કરતે પણ નવા કર્મોના બંધનથી દૂર રહ્યા છતાં પણ જૂના કર્મોને નિરક બનશે કેમકે તે જ્ઞાની છે. જ્યારે ગમે તે જ્ઞાની પણ ઉપગ વિનાને અજ્ઞાની છે.
આ જ પ્રકારનો ત્રીજો પ્રશ્ન એ છે કે-સંજ્ઞી અને સમર્થ હોવા છતાં પ્રકામ નિકરણ એટલે તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાને વેદે છે? પ્રશ્નના જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે : હે ગૌતમ હા” તે જ વેદનાને ભોગવે છે. કેવી રીતે ? જેમ સમુદ્રની પાર રહેલા પદાર્થોનું સ્પર્શન, સ્વાદન, ઘાણન, દર્શન અને શ્રવણ કરવાની તીવ્ર ઈચ્છાવાળો માણસ જેના રેમે રેમમાં આવી ભાવના હોય છે કે-સમુદ્ર પારની સ્ત્રીઓનું સ્પર્શન, આલિં-- ગન હું કરું, ત્યાંના પદાર્થોનું ભજન કરૂં, સુગંધી પદાર્થોને હું સુંઘું છું તેમ ત્યાંના પદાર્થોને હું જોઉં, તેના રૂપ-રંગઆકૃતિ નીરખું, અથવા અમુક વેશભૂષામાં રહેલી નારીઓને હું જોઉં, તેના ગીત સાંભળુ, વાત સાંભળું. આવા પ્રકારની તે તે પદાર્થોને સ્પર્શવાની, સૂ ઘવાની, ખાવાની, જેવાની અને સાંભળવાની ભાવના તીવ્રતર હોવા છતાં પણ વચ્ચે મહાભયંકર સમુદ્ર હોવાથી અને દ્રવ્ય શકિત આદિને પણ અભાવ હોવાથી તે માણસ ઈચ્છા પ્રમાણેની વસ્તુને ભેગવી શક્તો નથી. અને આ મેહકર્મની પ્રબળતાને લઈ રાતદિવસ તે પદાર્થોને ભોગવવાની ઈચ્છા રહેલી હોવા છતાં સામર્થ્યને અભાવે ભેગવી પણ શક્તિ નથી.
આ બધા કારણોને લઈને જ દયાના સાગર ભગવાને કહ્યું કે, હે જીવાત્મા ! સંસારની અને તારા પ્રારબ્ધ કર્મોની પરિ. સ્થિતિ જ્યારે આ પ્રમાણે છે, તે પછી જે પદાર્થ તારા હાથમાં