________________
૧૨
આ પ્રકાશનમાં પ્રકટ કે અપ્રકટ રૂપે જેમને સહકાર મળે છે તે સૌને ઋણું છું.
શાસનદેવને પ્રાર્થના છે કે “ત્રીજો ભાગ પણ તૈયાર કરવા માટે મને સદ્બુદ્ધિ અને સસ્ત્રકાશ આપે અને હું પ્રવૃત્તિશીલ બજો રહું ?
પ્રસ્તાવના લખવા માટે પરમપૂજય, શાંત અને સરળ, પ્રભાવશાળી વ્યાખ્યાતા, જેનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા.નો હું અત્યંત ઉપકૃત છું કે પિતાની અમૂલ્ય સમયને ભેગ દઈને પણ સારામાં સારી પ્રસ્તાવના લખી આપી છે. તે માટે તેમને ઋણી છું .
પરમ પૂજ્ય વિપુલ સાહિત્ય સર્જક, યોગીશ્વર, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ ના લેખિત સંપૂર્ણ સાહિત્યના પૂર્ણ રક્ષક અને પ્રકાશિત કરવાની ભાવનાવાળા, શાતમૂર્તિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીદુર્લસાગરજીમ.શ્રીએ સમવસરણ બ્લેક મોકલાવીને મને ઋણી કરે છે. તે માટે તેમને યાદ કર્યા વિના રહી શકાય નહીં
કરાચીમાં દીક્ષિત અવસ્થાના પ્રારંભ કાળજ વ્યાકરણ, કાવ્ય, દ્વયાશ્રયકાવ્ય તેમજ બીજા પણ કાનો અભ્યાસ કરાવીને મારામાં ધૈર્ય ઉત્પન્ન કરાવનાર ૫. અમૃતલાલ તારાચંદ દોશી (વ્યાકરણતીર્થ)ને પણ હું ઉપકૃત છું. આ બંને ભાગમાં પ્રેસ કેપીથી લઈ બીજી પણ મદદ તેમના તરફથી સમયે સમયે મળતી રહી છે.
નિવેદક પ. પૂર્ણાનંદવિજય કુમારશ્રમણ) C/o ચિતામણી પાર્શ્વનાથ મંદિર પેઢી
૪૭ મહાત્માગાંધી રોડ, પાર્લા (ઈસ્ટ) મુંબઈ-પ૬ -