________________
૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નાગ ન કરે. એ જ પ્રમાણે સ્વનિત શબ્દ માટે પણ જાણવું. ત્યાં બાદર પૃથ્વીકાય કે બાદર અગ્નિકાય નથી. ચંદ્ર વગેરે ગ્રામાદિ નથી.
એ પ્રમાણે સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં પણ જાણવું. વિશેષ એ કે ત્યાં એક્લે દેવ કરે, એ પ્રમાણે બ્રહ્મલોકમાં અને બ્રહ્મલોકની ઉપર પણ જાણવું.
આયુષ્યબંધના પ્રકાર : આયુષ્યનો બંઘ છે પ્રકાર છે. ૧ જાતિનામ નિધત્તાયુ, રગતિનામ નિત્તાયુ, ૩ રિથતિનામ નિધત્તાયુ, ૪ અવગાહના નામ નિધત્તાયુ, ૫ પ્રદેશનામ નિધત્તાયુ અને ૬ અનુભાગ નામ નિધત્તાયુ.
જીવો ઉપર્યુક્ત આયુષ્યવાળા હોય છે, આ ઉપર થોડા પ્રશ્નોત્તર છે. પરંતુ તે લગભગ સરખા જેવા છે. મતલબ એ છે કે જીવો -જાતિનામ નિધત્ત છે, યાવત અનુભવનામ નિધત્તાયુષ છે. એ બાર દંડક છે.
લવણ સમુદ્રને સ્વભાવ : લવણ સમુદ્ર ઉછળતા પાણીવાળે ક્ષુબ્ધ પાણીવાળો છે, પણ સમજલવાળો કે અક્ષબ્ધ પાણીવાળો નથી. (આ સંબંધી જીવાભિગમ સૂત્રમાં વિશેષ કહ્યું છે.) બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, છલકતા અને સમભર ઘટપણે રહે છે. સંસ્થાનથી