________________
ઉદ્દેશ સમ્યગજ્ઞાનના પ્રચારને રહ્યો છે અને એ જ અમારે મુદ્રાલેખ છે
પૂજ્ય પંન્યાસજી મહારાજ ભગવતીસૂત્રના અધિકારી છે ઘણુ સ્થળમાં આ સૂત્રને પ્રસાદ ચતુર્વિધ સંઘને આપ્યા છે. હજી થોડા જ સમય પહેલાં તેમના વરદ હસ્તે લખાયેલસંપાદિત ભગવતીસૂત્ર સાર-સંગ્રહનો પહેલો ભાગ પ્રકાશિત થયેા હતા. હવે તેમના હાથે જ લખાયેલે આ બીજો ભાગ પ્રકાશિત કરતાં અમને ઘણે જ આનંદ થઈ રહ્યો છે પહેલા ભાગની માંગણીઓ ઘણી આવી હતી, પણ પુસ્તકે ખલાસ થઈ ગયેલા હોવાથી અમે ઘણાની માંગણી સંતોષી શક્યા નથી. આજે પહેલા ભાગની પણ બીજી આવૃત્તિ પ્રેસમાં છપાય છે આશા છે કે તેનું પ્રકાશન પણ શીઘ્રતાથી થવા પામશે.
ભાવનગર સાધના પ્રેસના માલિક શાહ ગિરધરલાલ ફૂલચંદના અમે ઋણી છીએ કે પુસ્તકનું છાપકામ શીઘ્રતાથી કર્યું છે. અને પોતાનું કામ સમજીને પુસ્તકને સર્વાગ સુંદર બનાવ્યું છે
આ આખાયે ગ્રંથ મુલુંડ સંઘના જ્ઞાનખાતામાંથી પ્રકાશિત થઈ રહ્યો છે તે માટે અમે મુલડ સંઘના આભારી છીએ
ગ્રંથ લેખક પૂ. પંન્યાસજીના અમે અને અમારે સાઠંબાને સંઘ અત્યત ઋણી છીએ કે અમારા ગામડાના સંઘને શ્રુત ભક્તિને અપૂર્વ લાભ આપી રહ્યા છે. ભવિષ્યમાં પણ આશા રાખીએ કે ઉપરા ઉપરી અમને આવે લાભ મળતું રહે.
૨ ૨૦૦૩
હા સુદ
લિ. સબસેવક, જગજીવનદાસ કુતુરચંદ શાહ c/o શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રથમાળા
સુto સાઠંબા (સાબરકાંઠા
વાયા : ધનસુર, A = Rs.