________________
(૩૫)
વિભાગના અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તક તરીકે (૧) શ્રી ભગવતી સાર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) કલ્પસૂત્ર એમ ત્રણ ગ્રંથે હતા. ભગવતીસાર એ તે ભગવતી સૂત્રને માત્ર છાયાનુવાદ હતું, એટલે એ બળ વડે આ ગ્રંથની પ્રસ્તાવના લખવી, એ તે સૂંઠના ગાંઠીયે ગાંધી થઈ જવા જેવી બાલિ-- શતા છે. હકીકત એ છે કે, આઠ વર્ષની વયે જીવનમાં પ્રથમવાર હું શાસ્ત્રવિશારદ જેનાચાર્ય સ્વ. આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી, જેમણે વિશ્વમાં જ્ઞાનની ગંગા વહાવી અનેક શ્રેષ્ઠ કેટિના સાધુ ભગવંતે અને પંડિત રત્ન જેને સમાજને આપ્યા, તેમના તથા એ સંઘાડાના સાધુઓના પરિચયમાં આવ્યું. ઈ. સ. ૧૯૧૬માં તેઓ સૌ અમરેલીમાં ચોમાસું હતાં. તે પછી તેમના શિષ્ય રત્ન આ. ઈન્દ્રસૂરિજી તથા શ્રી. વિદ્યાવિજયજી મહારાજ સાથે મારે સતત સંપર્ક રહ્યો. પચીસેક વર્ષ પહેલા પૂ. વિદ્યાવિજયજી મહારાજને વાંદવા. શિવપુરી ગયેલ, ત્યારે તેમના પ્રશાંત શિષ્ય પૂ. પં. શ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ સાહેબ સાથે પરિચય થયું. તેઓ એ વખતે ન્યાય, વ્યાકરણ અને કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. તે પછી દિનપ્રતિદિન અમારો સંબંધ વધતે ગયે અને સંપર્ક ચાલુ જ રહ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેમભાવે તેમણે મને આજ્ઞા કરી અને તેને ઉલંઘન ન કરી શકવાના કારણે, પ્રસ્તાવના લખવાની આ, અનધિકાર ચેષ્ટા મારાથી થઈ ગઈ છે. સંભવ છે કે આ પ્રસ્તાવના લખવામાં શાસ્ત્રવિરુદ્ધ કે અન્ય કોઈ દોષે મારાથી થઈ જવા પામ્યા હોય, તે તે માટે વાચકે મોટું દિલ રાખી મને ક્ષમા કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું.
–મનસુખલાલ તારાચંદ મહેતા