________________
સંપાદકીય પુરોવચન
[૩૭૧ ઘણાજ લાંબા કાળ સુધી બંધ રહેલા આ દરવાજાને વિ. સં. ૧૩૬૦ વર્ષમાં લક્ષણવતી નગરીના (રાજા) હમ્મીર અને સુલતાન સમદ્દીને તોડી નાખ્યો અને તેના સંદર, પત્થરે તેઓ લઈ ગયા.
માટે પ્રાતઃકાળના મંગળ પ્રભાતે સેળ સતીઓના છંદમાં ગવાય છે કે –
કાચે તાંતણે ચાલશું બાંધી, કુવા થકી જલ કાઢીચું રે, કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉઘાડીયાંરે.”
આ પ્રમાણે આ નગરી સુભદ્રાના શિયળની પરીક્ષાના કારણે સ્મરણીય બની છે.
ત્રીજી મહત્ત્વની ઘટના આ નગરીમાં ચંદનબાળાના હાથે ભગવાન મહાવીર સ્વામીને મહાન્ અભિગ્રહ પૂર્ણ થયા હતું અને ૧૭૫ દિવસના ઉપવાસી ભ૦ મહાવીરે અહીં પારણું કર્યું હતું. ઘટના આ પ્રમાણે છે –
આ નગરીમાં દોધવાહન નામને રાજા રાજ્ય કરતો હતો. તેની સ્ત્રીનું નામ ધારિણું હતું. તેને એક કન્યા હતી. તેનું નામ વસુમતી (ચંદનબાળા) હતું.
ભગવાન મહાવીર સ્વામીના સગા મામા અને વૈશાલી ગણતંત્રના મુખ્ય નાયક ચેડા મડ઼ારાજાને સાત પુત્રીઓ હતી તેમાંની એક ધારિણે નામની પુત્રીના લગ્ન દધિવાહન રાજા સાથે કર્યા હતા અને મૃગાવતી નામની બીજી પુત્રીને શતાનિક -રાજા સાથે પરણાવી હતી. એટલે સંબંધમાં સાઢુભાઈ હેવા છતાં પણ આ બન્ને રાજાઓ અફેંકાર વશ આપસમાં લડ્યા અને તેમ દધિવાહન રાજા હારી ગયા. ધારિણીએ પણ પોતાના