SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ' , તે વખતે જૈન સમાજમાં બે મેટા પક્ષે પડી ગયા હતા. એક સુધારક વર્ગ અને બીજે રૂઢિચુસ્ત વર્ગ. સુધારક વર્ગના સાધુઓએ પિતાને પક્ષ દઢ કરવા માટે દેહગામમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજની દોરવણી પ્રમાણે તે વખતના યુગદ્રષ્ટા આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં એક સમેલન ભર્યું અને તેમાં મુનિ સંમેલનમાં આપણે સૌએ એકમત થઈને કેમ કામ કરવું તે બાબતને નિર્ણય લેવામાં આવ્યું. જેમાં કહેવાય છે કે ૨૫૦ થી ૩૦૦ સાધુઓએ ભાગ લીધેલ. અને પછી સૌએ ત્યાંથી વિહાર કરી એક સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તે વખતે જૈન તિના તંત્રી શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહે પોતાના પત્રના આગળના પેજમાં મોટા હેડીંગથી લખેલું કે-જૈન સમાજને માટીન લ્યુથર રાજનગરમાં પ્રવેશ કરે છે. આ માટીન યુથર તે બીજે કઈ નહીં પરન્તુ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી હતા. જેમની કુનેહભરી ચાતુરતાથી સમેલનની આખી કાયા પલટ થઈ ગઈ. સૂરિસમ્રાટ્ર આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ પણ વિદ્યોવિજયજી મહારાજની આ ચાણક્ય બુદ્ધિથી ચક્તિ થઈ ગયા હતા અને તેથી દરેક વિષયને નિર્ણય બહુમતિથીજ કરવામાં આવ્યું હતું. અને સુધારકે પોતાના કાર્યમાં ફલીભૂત થયા હતા. જૈનધર્મ ઉપર થતા આક્ષેપના પ્રતિકાર માટે જે સમિતિ નિમાણ હતી તેમાં પણ તેઓશ્રીનું નામ હતું. ગવરમેન્ટના ગેઝેટમાં ભારતના વર્ષના ઉચ્ચ કોટિના વિદ્વાનોની નામાવલિમાં પણ તેમનું નામ લેવામાં આવ્યું છે. એમ મને યાદ છે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy