________________
શતક-૩ જુ ઉદ્દેશક-૩)
[૨૫૭
ઉત્સર્પિણ અને ૧૦ કડાકોડી સાગરોપમની એક અવસર્પિણી થાય છે. આ બન્ને કાળમા એક એક ચોવીસી તીર્થકર દેવની
થાય છે.
આજે મિથ્યાત્વને લઈને ઉપાર્જન કરેલું જ્ઞાનાવરણીય કર્મ ત્રણ ચેવીસી સુધી સંસારમાં પરિભ્રમણ કરાવશે. અને અત્યન્ત કષાયાધીન બનીને ઉપાર્જેલું મોહનીયકર્મ સાત ચોવીસી સુધી આપણું આત્મકલ્યાણ સાધવા નહીં દે. આ પ્રમાણે સંસારમાં કર્મવશ બનીને અનંત પુદ્ગલ પરાવર્તન આપણે પૂરા કર્યા છે.
અબાધા કાળ દરમ્યાન એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારે ૩૦ કડાકેડી સાગરોપમનું મોહનીય કર્મ બાંધ્યું હોય તો ૭૦૦૦ હજાર વર્ષ પહેલા આ કર્મ કંઈ પણ હાનિ કરી શકે તેમ નથી. આ કાળ પૂરે થયે છતે જ મોહનીયકર્મ ઉદયમાં આવશે. સરળાર્થ આ છે કે સાત હજાર વર્ષ વીત્યા પછી ૭૦ કેડાછેડી સાગરોપમના કાળ સુધીમાં ગમે ત્યારે પણ આ કર્મ ઉદયમાં આવી શકશે.
સમુદ્ર જેમ અગાધ અને અનંત છે તેમ સસાર, પણ અગાધ અને અનત છે આજે જે જીવાત્મા સાથે કાર્યની ભય કર પરવશતાને લઈને અત્યુત્કટ–વૈરાનુબન્ધ પડ્યો, જે જીવ આપણા હાથે મર્યો, જેની સાથે રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ બંધાણી, અથવા મૃષાવાદ અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ વધારવા માટે જે જીવો સાથે આપણે કર્મની ગાંઠમાં બધાણ છીએ. તે તે જીવને જે ભવમાં આપણો અને તેને સંગમ થશે ત્યારે તેનું ફળ ભોગવવું પડશે.
મહાવીરસ્વામી પરમાત્માની જ વાત કરીએ. મોટા અને છેલ્લા સત્તાવીશ ભવની અપેક્ષાએ અઢારમા ભાવમાં શ્રેયાંસનાથ ભગવાનના શાસનમાં ભગવાન મહાવીરસ્વામીનો જીવ ત્રિપૂર્ણ વાસુદેવના અવતારને પામ્યો હતો, ત્યાં ૮૪ લાખ વર્ષનું આયુષ્ય