________________
શતક–૩ નું ઉદ્દેશક-૩]
૨૪૫
પૃ. ૨૪૩-૪૪ પ્રમાણેના કેષ્ટકથી ભાવાધિકરણના ૧૦૮ ભેદ સ્પષ્ટ જાણી શકાય છે.
આપણું જીવનમાં ઉપદેશ પદ્ધતિની કરૂણતા જ રહી છે કે સૌ કેઈએ સ્વર્ગ અને મોક્ષનો માર્ગ જ બતાવે છે પણ પાપત્યાગની પ્રમુખતા તો જિનેશ્વરદેવે એ જ કરમાવી છે જીવનમાં પુણ્યકર્મની પ્રાપ્તિ કદાચ બે વર્ષ મોડી થશે તો એ ખાસ વાંધ આવે તેમ નથી. પણ પાપકર્મની ત્યાગભાવના અને તે પાપને ત્યાગવાને પ્રારંભ તે આજથી જ શરૂ થઈ જવો જોઈએ.
પાપના ત્યાગ વિના પુણ્ય કર્મ શું ફળ આપશે ? એ તે કેવળી ભગવાન જાણે! પુષ્પપૂજા કરવાથી કુમારપાળ રાજાએ ૧૮ દેશનું રાજ્ય મેળવ્યું આ વાત ૧૬ આના સત્ય હોવા છતાં પણ પુષ્પમાં પણ છવ છે ” “ પુષ્પની એક એક પાખડીમાં એક એક જીવ છે ” આ વાતનું ધ્યાન રાખ્યા વિના અવિવેકપૂર્વક કેવળ ચર્મચક્ષુને ગમ્યું તે ખરુંઆ પ્રમાણેની પુષ્પપૂજા કરવાથી આપણને પણ ૧૮ દેશનું રાજ્ય મળશે કે 2 એ તે કેવળી ભગવાન જાણે! માટે જ પાપના ત્યાગની ભાવના સૌથી પહેલા કેળવવી એ હિતાવહ છે.
જપમાળાના ૧૦૮ મણકા જ આ ૧૦૮ આશ્રમના સુચક છે. એક મણકે એક એક આશ્રવ યાદ રાખવું જોઈએ તો એક દિવસ આપણને માટે એવો આવશે કે આપણા જીવનમાંથી આશ્રવનો ત્યાગ થતા જશે અને આપણે સવર ભાવે કેવલી થઈશું હવે અછવાધિકરણના ભેદો જાણીએ.
તેના ચાર ભેદ છે ૧ નિર્વર્તન. ૨ નિક્ષેપ ક સંયોગ. ૪ નિસર્ગ. નિર્વના પણ મૂળગુણ નિર્વતના અને ઉત્તરગુણ નિર્વતના રૂપે બે ભેદે છે.