________________
યાન
- વકતૃત્વ શક્તિ ધીરે ધીરે સોળે કળાએ ખીલી ઉઠી. વ્યાખ્યાન
આપવાની તેમની શિલી સર્વત્ર પ્રશંસા પામી. અને તેમના - વ્યાખ્યાનેની ધૂમ મચવા લાગી. ઈન્દર વ્યાખ્યાનમાળા’
અને કરાંચીના તેમના વ્યાખ્યાને તે પુસ્તકરૂપે પણ પ્રગટ થઈ ચૂક્યા છે. જેને લોકો ખૂબ પ્રેમથી વાંચે છે. ' ' - આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિવપુરીમાં સ્વર્ગવાસ થતાં તેમના મહાન કાર્યોની જવાબદારી મુખ્યરૂપે વિદ્યાવિજયજી મહારાજ ઉપર આવી પડી. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ શિવપુરી, શ્રીવિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર આગ્રા. અને શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર આ મુખ્ય સંસ્થાઓનું કુશળતા ભરી રીતે તેઓ સંચાલન કરવા લાગ્યા. સાથે સાથે લેખન કર્યું અને ધર્મપ્રચાર કાર્ય પણ ચાલુ જ હતું. ધર્મ દેવજ” નામના એક પત્રનું પણ તેઓ સ ચાલન કરતા. જેમને અગ્રલેખેના “સમયને ઓળખ” નામના બે ભાગ બહાર પાડ્યા છે. જે સારી પ્રસિદ્ધને પામ્યા છે અને જેણે રુઢિચુસ્તમાં ખળભળાટ મચાખ્યા હતા. વડોદરા સ્ટેટના સંન્યાસ પ્રતિબંધક કાયદામાં આ પુસ્તક આધારભૂત માનવામાં આવ્યા હતા. “સૂરીશ્વર -અને સમ્રા” નામનુ એતિહાસિક પુસ્તક પણ મહારાજશ્રીએ લખ્યું છે, જેમાં શ્રી હીરવિજયસૂરીશ્વર અને અકબર બાદશાહને પ્રમાણિત ઈતિહાસ લખવામાં આવ્યા છે.
શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળના સંચાલન વખતે પૂ. મહારાજશ્રી સવારમાં બાળકે જ્યારે તેમને પ્રતિદિન વંદન કરવા જતા તે વખતનું તેમનું પ્રવચન બાળકોમાં ઉત્તમ ભાવનાઓ અને ધાર્મિક સંસ્કાર રેડનારુ થતું. જેથી શિવપુરીમાંથી ઘણું તેજસ્વી વિદ્યાર્થિઓ નિકળ્યા જેઓ ધાર્મિક શિક્ષણ અને