________________
૧૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
તેવી સજ્ઞાને દીર્ઘકાલિકી સત્તા કહેવાય છે અને બીજી સંજ્ઞા દષ્ટિવાદોપદેશિકી સઝા જે વિશિષ્ટ પ્રકારનાં શ્રુતજ્ઞાનના ક્ષયોપશમયુક્ત હોય છે. આમાં સમ્યગજ્ઞાનને પ્રકાશ હોવાથી હેય અને ઉપાદેય છે ? તે જાણવાને ઇવ સમર્થ બને છે.
નામકર્મના કારણે જે જીવો પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાણ અને અપાનની રચના નામકર્મવડે થાય છે
પ્રાણ એટલે ઉચ્છવાસ રૂપે પરિણત થયેલા દ્રવ્યના સમૂહ દ્વારા જે શ્વાસ લેવા રૂપ વ્યાપાર કરવામાં આવે તેને ઉચ્છવાસ કહેવાય છે નાભિમાંથી ઉત્પન્ન થયેલે ઉચ્છવાસરૂપ વાયુ પ્રાણરૂપે સ બધાય છે.
જ્યારે બહાર વાયુ જે આ દર લઈ જવાય છે, તેને નિશ્વાસરૂપે પાછે બહાર ફેકાય તે અપાનવાયુ કહેવાય છે
આ પ્રમાણે શરીર-વચન-મન–પ્રાણ અને અપાનની રચનામાં નામકર્મના અવાતર ભેદો કામ કરે છે, માટે આ પુલનો ઉપહાર સ્પષ્ટ છે “જાવત રજૂ કર્મોના કળાને ભેગવવા માટે જીવાત્માને શરીર ધાર્યા વિના ચાલતુ નથી અને શરીરાદિ રચનામા નામકર્મની મુખ્યતા છે તે ઉપરાંત મનગમતાં રૂપ–સ્પર્શ–રસ–ગધ અને વર્ણ મળવાથી જીવને સુખ ઉપજે છે. અને તેનાથી વિપરીત દુખ થાય છે. આ બન્ને મા અર્થાત્ મુખદુખમાં સાતા–વેદનીય અને અસતાવેદનીય કર્મ કારણરૂપે છે.
વિધિપૂર્વક સ્નાન–આચ્છાન–અનુલેપ––આહાર અને વિહાર આદિ લાબા જીવનને આપનારા છે. આનાથી વિપરીત આહારવિહાર કરવો. શસ્ત્રઘાત, અગ્નિ તથા વિભક્ષણ કરવાં તે મૃત્યુના કારણ માટે થાય છે. માટે જીવન અને મરણમાં પણ પૃદુગલે જ