________________
- સંપાદકીય નિવેદન
મારા હસ્તે સંપાદિત અને પરિવર્દિત થઈ “ભગવતી સૂત્ર સાર સંગ્રહ નામને તાવિક ગ્રન્થ આજે પ્રકાશિત થઈ રહ્યો છે. જે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે પરમે પકારી, વિદ્યા- ; વ્યાસંગી. શત્રુવભલ, અહિંસા અને સયમના મહાન પ્રચારક, સિન્ધ, યૂ, પી. સી પી બંગાળ, બીહાર આદિ દેશમાં હજારો કુટુંબોને માંસાહાર તથા શરાબ પાનને ત્યાગ કરાવનાર, નિડર વકતા અને ? લેખક મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ના હાથે ભગવતી સૂત્ર જેવા ' અર્થ ગંભીર સૂત્ર ઉપર સંક્ષેપથી પણ સારભૂત વિવેચન આજથી, લગભગ ૩૫-૩૬ વર્ષ પહેલા લખાયેલું હતું.
પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી પણ લગભગ ૧૬–૧૭ વર્ષ સુધી એ નેટ બુકે મારી પાસે પડી રહી હતી. પરંતુ વ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અનુકૂલતા ન હોવાથી, તે લખાયેલું અમૂલ્ય સાહિત્ય સંસ્કાર પામ્યા વિનાનું તેમને તેમ પડી રહ્યું હતું. ' તે છતાં પણ આ અર્થ ગંભીર વિવેચનને પરિમાર્જન અને . સંસ્કારિત કરી તથા પ્રશ્નોત્તરોને અત્યન્ત વિશદ રૂપે આલેખીને એક * સુનદરમાં સુદર વાંચન જૈન સમાજને ભેટ આપવાને મારો વિચાર