SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા | પ૭ જઈ શકાય તે પછી જમાલિ નિન્હવ ન બનત. પ્રભુના હસ્તે દીક્ષિત બનેલ અને પ્રભુના શિષ્ય પણ પ્રભુના જ વિરોધી બની દુર્ગતિમાં ગયા.. ઉચ્ચ ગોત્ર, શ્રેષ્ઠ કુળ, સુંદર માતાપિતા એ દ્વારા જ તારી પ્રશંસા હોય તે પણ એટલી જ કે તું ભૂતકાળમાં ઘણે સારો હતો, તે ઘણું સારૂ કરેલ. પણ વર્તમાનમાં કુળ–શેત્રમાતપિતા વિગેરેનું અભિમાન કરે તો? એ બધાં તને તારનારા નહિ ડુબાડનારા - તારી પ્રગતિના નિમિત્ત નહિ..તારા ઉત્કર્ષના સાધન નહિ....પણ અપકર્ષના સાધન... પુંડરિક અને કંડરિક એક જ માતાપિતાના પુત્ર એક જ ગુરુદેવના શિષ્ય...સર્વજ્ઞ ભાષિત સંયમના બને પાલક પણ એકને સંયમની સાધના – આરાધનાથી મેક્ષ .. એકને વિરાધનાથી નરક. અભિમાનથી શું ?? અધઃપતન... “માન ત્યાગથી શું?? ઊઠવગમન... ગોત્ર જ. માતાપિતા જ, તારક બનતાં હોય તે પુંડરીક– કંડરીકની અલગ-અલગ કથા ન બનત... આપણે સ્વાવાદ શાસનના ઉપાસક છીએ. ગોત્ર કમના પણ ઉચ્ચ અને નીચ ભેદ માનીએ છીએ. પુણ્ય અને પાપમાં બંનેમાં ગાત્ર કમ છે. ઉચ્ચ શેત્ર શુભ-શુદ્ધ સંસ્કાર પ્રાપ્ત કરવામાં મદદગાર છે. નીચ ગોત્ર કુસંસ્કાર તરફ પ્રેરનાર છે. તેમ માનીએ, પણ ઉચ્ચ અને નીચગેત્રને આત્માની ઉર્ધ્વગતિ કે અધોગતિનું નિમિત્ત ન માનીએ. પ્રેરક–સહાયક ઉધક માનીએ. ગોત્રનું ગૌરવ સૃતિમાં રાખીને અસત્ માર્ગેથી પીછેહઠ કરવી જોઈએ. ગોત્રનું
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy