________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[પય તું બાહ્યા–અભ્યતર પરિગ્રહથી મુક્ત બનીશ એટલે તને જેમ કંચન અને કામિની પસંદ ન આવે. તેમ તું કીતિને પણ ત્યાગી થઈશ. તું કહીશ “કીતિ એ પણ પૌગલિક છે. કીતિ–ચશ થશનામકમના ઉદયના કારણે પ્રાપ્ત થાય. ઔદયિક ભાવ માત્ર પૌગલને આવિષ્કાર છે. મારે તે ના જોઈએ.”
બેપાંચ લેકેએ સારા કહ્યા તેથી શું થયું? પ્રશંસા વેરીને તારી સાધનાને અભડાવી જાય. તારી મસ્ત ફકીરીમાં કીતિને પણ જાકારો મળે છે. આ સાધના માટે મુક્ત નહિ વિમુક્ત બનવું પડે. અને વિમુક્ત બને તે જ કમના ભાર રહિત હોવાથી હલકે બનવાથી સંસાર સમુદ્રને તરી જાય છે.
ચલ, ત્યારે સાધક..“તૈયારી કર વિયુક્ત બને વાની?' શ્રેયને માગ કયારેય સુવાળા હેત નથી. કપરા ચઢાણ ચઢ અને અદ્વિતીય ગુણ મેળવ ગુરુદેવ ! ”
હું સાધક છું તેમ કહું તે કરતાં મને લાગે છે હું એમ કહું તે બરાબર છે.... “હું શિષ્ય છું.”
આપની હિતશિક્ષાને ભિક્ષુક છું. આપની હિતશિક્ષાની ભિક્ષા લેવા આપના દ્વારે યાચક બનીને આવ્યો છું. મારા આત્માનું અક્ષયપાત્ર હિતશિક્ષાના અમૃતથી ભરી દે. આપની હિતશિક્ષાનું અમૃત મને અજર–અમર અને શાશ્વત બનાવે તેવા વરદાન આપે.
હું આપને શિષ્ય છું. એ સદા સ્મૃતિમાં રાખજે.... મારા ગુરુદેવ ! એ જ વિનંતિપૂર્વક વિરમું છું.
આપની લિ.
હિતાનું અક્ષયપાલ હરે યાચક