________________
૫૪ ]
વાંચન એ સાધુને પિતા છે. થવાનું અને મમત્વ હશે તો મનથી પણ તારી દુનિયામાં ચૌદ રાજલોકને પરિગ્રહ આવી જશે. આમ બાહ્યા અને અત્યંતર પરિગ્રહમાં મૂઢ બનેલે તું ઈષ્ટ, અનિષ્ટ, સારૂં ખરાબ, મારું, તારું અહંકાર અને મમકારમાં મુગ્ધ બની પુનઃ કષાયાત્મા બની જઈશ. અને દુઃખ નિવારણ માટે ગી થયે તે દુઃખ તે પાછું પડછાયાની જેમ તને લાગી જશે એટલે ફરી ફરી તને કહું છું....પુનઃ પુનઃ યાદ અપાવું છું.
...વિયુક્ત ચા”....“વિમુક્ત થા*... “ વિમુક્ત થા”.
બહારથી જગતના સંગને ત્યાગ કર અને અંતરથી જગતના સંગનો ત્યાગ કર.” મમત્વની આછી પાતળી રેખાની એ તાકાત તારી વર્ષોની ચાધનાને નિરર્થક કરી દે છે.
રત્નાકર પચીશીના રચયિતા મહાત્માને રને શું કામના હતા ? રને રાખીને મહાત્મા શું કરવાના હતા ?
શુ તેઓ રને જોઈને આભૂષણમાં રત્નને ઉપયોગ કરવાના હતા ? ના.અરે ! પ્રસન્ન થવાનું અને એ પ્રસન્નતા દ્વારા નિકાચિત કર્મ બાંધવાના–એ તે મહાત્મા હતા તે પણ તેમને બાહ્યા અને અત્યંતર પરિગ્રહ બને. જકડે...
પામર ! આત્માની પરિસ્થિતિ શું ? પામર આત્માએ– સાધક આત્માએ સાધનાથી પ્રાથમિક અવસ્થાની એક આદત બનાવી દેવી જોઈએ.
ખૂબજ જરૂરિયાત ઘટાડે, જીવન જરૂરીયાતની ચીજમાં પણ સાદાઈ, જરૂરિયાત અને મર્યાદિતતાને ક્યારેય ન ભૂલે... બાહ્ય અભ્યતર પરિગ્રહના ત્યાગ દ્વારા તું સંસારમાં પણ શિવસુખને આનંદ મેળવી શકીશ. તારી ફકીરીના સુખની રાજા-મહારાજા–સમ્રાટ ચક્રવતી-ઇન્દ્રોને પણ ઈર્ષ્યા આવશે.....