________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૪૯. આ દ્ધારક !
તારી કથની સત્યથી દૂર નથી પણ, સાચું કહું તે સાધન બદલવાનો પ્રયત્ન કર્યો છે પણ સાધ્યને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. શુ વેશ બદલાય એટલે વ્યક્તિ બદલાય ?
મૃગસિંહચર્મ પહેરી લે એટલે વનરાજ બની જાય? તું દુઃખથી કંટાળે છે પણ દુઃખના કારણથી કંટાળતું નથી? તું વ્યક્તિને તિરસ્કારે છે પણ વ્યક્તિમાં રહેલી અધમવૃત્તિને તિરસ્કાર કરી શકતું નથી. આ સમજાવવા દ્વારા મારે તને મેહને-મિથ્યાને–અજ્ઞાનને દૂર કરવાનો માર્ગ બતાવે છે.
મોહ દૂર રહે વીતરાગના સાંનિધ્યમાં... મેહ ભાગે ગુરુની કડક ચેકીમાં.... મેહની નઝદશાના સાચા દર્શન થાય શાસ્ત્રચક્ષુ દ્વારા મેહ પલાયન થઈ જાય સમ્યગૂ ધર્મના સહવાસમાં...
મારે તને સમજાવવું છે કે તારે મેહને મિથ્યાને દૂર કર હાય શરણાગતિ સ્વીકારી લે “અરિહંતની
મેહને વિદાય કરે છે તે ગુરુ સેવાનું કઠીન વ્રત આદરી લે હ સામે તારે લાલ આંખ રાખવી હોય તે સ્વાધ્યાયની ધૂણી ધખાવીને બેસી જામહ તારી સામે આંખ પણ ઊંચી નહીં કરે. મેહને ઉદય જ નહિ જાય પણ, મેહનીય કર્મના બંધ–હેતુઓને પણ ગચ્છાન્તિ કરવી પડશે. પછી તે મેહનીય કર્મની અઠ્ઠાવીસે અઠ્ઠાવીસ પ્રકૃતિ બંધઉદય–ઉપશમ સત્તામાંથી ચાલી જશે. મેહને હટાવવા તારે યૂહ રચના કરવી પડશે; અભેદ્ય દુગ” બાંધ પડશે. વિવિધ પ્રકારને તપ માહ સામે યૂહ રચના છે?
અનિત્યાદિ ૧૨ ભાવના મેહ સામે અભેદ્ય દુર્ગ છે.