________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
૪૭.
એકલું રડી જાણે તે હિતેચ્છુ નહિ; આંસુને-દઈને દબાવીને પણ કર્તવ્ય પંથે કપરા ચઢાણ ચઢાવે તે હિતેચ્છુ.”
ગણધર ભગવંત સુધર્મા સ્વામી આજે આપણે જેવા આત્માના હિતેચ્છુ બનીને આવ્યા છે, આપણું કહાની અવશ્ય સાંભળે છે અને આશ્વાસન આપે છે પણ હાજીને સૂર પૂરાવતા નથી. સુધર્માસ્વામી પરમાત્મા મહાવીરની રણહાક મારે છે મદા મેહેણું પાઉડા”.
અજ્ઞાની મેહથી ઢંકાયેલ છે. મહે તારા આત્મા ઉપર અધારપટ છાયો છે પણ, મોહ તારા ઉપર કેમ રાજ્ય કરી શકે? શુ જડ જીતે અને ચેતન હારે? તને કેમ પ્રશ્ન થત નથી? એ ચેતન ! તું કેમ અચેતન ચુદ્ધનો મૂક સાક્ષી બને છે? ના. શું તું અચૈતન્ય પુદ્ગલભાવની શેહમાં આવે? ચૌતન્યના પરાજયને કેમ સહજ ગણી લે છે?
જ્ઞાનીઓ તારી આ લાચારવૃત્તિ પર આંસુ સારે છે. તને તારી પરાજય કથા શરમાવતી નથી. રૂદન કરાવતી નથી પણ, મહાત્માઓને સંતપ્ત કરી મૂકે છે. પરમાત્મા આ તારી દઈ ભરી કથા ઉપર કરુણાને સ્ત્રોત વહાવે છે અને કહે છે-“દષ આત્માને નથી, આત્મા અજ્ઞાનથી–મેહ વડે ઢંકાયેલ છે.”
સિંહશિશ બકરાના ટોળામાં પેસી ગયું. સિંહની ગજના ભૂલી ગયું. બકરાની જેમ બે બે કરવા લાગ્યું. કારણ, રાત દિવસ તેણે બકરાની બે બે જ સાંભળી છે. સિંહની ત્રાડ સાંભળી નથી તે ક્યાંથી કરે? અજ્ઞાની આત્મા મેહ વડે રાઈ ગયે છે. સ્વના તેજ વિસ્મરણ થઈ ગયા છે તેના આંખે પાટા બાંધ્યાં. સત્યને અસત્ય સમજાવ્યું, અસત્યને સત્યને બુરખે પહેરાવ્યું. ખાટાને સાચું અને સાચાને છે, માનવું તે મુદ્રાલેખ થયે. આગને જલ માની લઈએ એટલે