________________
૩૮] દરેક નિષ્ફળતા સફળતાના પંથને નજીક કરે છે કિમત કરી શકે ત્યારે પતિ તે વિશ્વના તમામ પરિબળોને સમજી તેને સાર્થક કરનારે બને.
જે વ્યક્તિ અણુની શકિત ના સમજી શકે તે પુદગલ વિજ્ઞાનને પારંગત કેવી રીતે બની શકે ? જે વ્યકિત આત્માનું મૂલ્યાંકન ન કરી શકે તે વ્યક્તિ પરમાત્માનું મૂલ્યાંકન કયાંથી કરી શકે?
આત્મામાંથી પરમાત્મા બનવા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે તે પ્રશ્ન તેના મનમાં પ્રગટે જ શાને! - શ્રી આચારાંગ સૂત્ર એટલે જેનાગમના પ્રારંભના મૂળાક્ષર અને પ્રારંભની એબીસીડી. શ્રી આચારાંગ સૂત્ર એટલે સાધુના. બાળમંદિરનો પાઠ. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની સુષુપ્ત શક્તિને નવ ચૈતન્ય અપે છે. ક્ષણને જાણે તે પડિત તું પડિત, “શું હું પતિ?
જવાબ મેળવ તારા પિતાના આત્મા પાસેથી. શાસ્ત્રાએ પંડિતની પરિભાષા તારી સમક્ષ રજુ કરી છે. આ પરિભાષાને પારંગત હોય તે અવશ્ય પંડિત.
પ્રભુ! પ્રભુ! મારી મતિ મુંઝાઈ જાય છે, સાધુપણાને સવીકાર્યું છે અને શું હું કંઈ સમજતો નથી ? કઈક તે અવશ્ય સમજું છું, જાણું છું તે મને થોડુ પણ કાળનું જ્ઞાન ન હોય, પ્રભુ મને તમારી વાતે વિહ્વળ કરી દીધો છે. શું હું ક્ષણને ન જાણું?
મહાત્મા :
તું બધું સમજી શકે, સફળ કરી શકે, તારી અનંત શકિત, તારી શક્તિને સ્વીકાર કરું છું ત્યારે જ કહું છું. - ક્ષણને જાણ તારા આ સાધુજીવનની ક્ષણને વિચાર, દ્રવ્ય ક્ષેત્ર , કાળ અને ભાવથી સમજ. આ ક્ષણ મનુષ્ય જીવનની, આ