________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૩૯
ક્ષણ આર્યક્ષેત્રની. આ ક્ષણ પ્રભુના સાંનિધ્ય કાળની (આગમની) આ ક્ષણ ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમને પેદા કરવાની. વિશ્વના અનંત અનંત જીવને આવી દિવ્ય ક્ષણ ના મળે. તને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે પ્રકારે ઉચ્ચ ક્ષણ મળી છે.
વિશ્વના અનંત જી આલંબન પામે એવી સેનેરી ક્ષણ, જે ક્ષણ તને સિદ્ધની દુનિયામાં સફર કરાવે તેવી.
જે ક્ષણ તને અનંતજ્ઞાનના મહાપંથે લઈ જાય તેવી. મહાત્મા! તારી ડાયરીમાં વર્ષની–મહિનાની નહિ પણ ક્ષણની સફળતાની પણ નેંધ હેય.
તારી ક્ષણની સફળતા જોઈ પેલા અનુત્તરવાસી દેવે પણ સ્વાધ્યાયના રસમાં લાગી જાય. સાગરેપમ સુધી સ્વાધ્યાયમાં લીન રહે, પણ કેવલજ્ઞાન ના પ્રાપ્ત થાય. અનુત્તરવિમાનની થડે દૂર રહેલ મેક્ષમાં ના પહોંચી શકે. તારી ક્ષણથી સાત રજજુ દૂર રહેલ મેક્ષની મુસાફરી થઈ શકે.
તું પંડિત છે, એટલે તને ક્ષણ જાણવાનું કહેવા દ્વારા તને મળેલી અમૂલ્ય ક્ષણને સફળ કરવાના આશીર્વાદ આપ્યા છે, સમજે ને ? - “પ્રભુ! પ્રભુ! હું બુદ્ધિને વામન! એકજ ધૂનમાં રહો-હું જાણું છું” પણ આપે મારા અજ્ઞાનના પડલને દૂર કર્યો જાણે તેનું નામ જ સાર્થક કરવું.
પ્રભુ! પ્રભુ! મને આશીર્વાદ આપે, પ્રત્યેક વસ્તુના જ્ઞાન દ્વારા, ચારિત્રની આરાધના દ્વારા ક્ષણને સફળ કરે. હું તો આશીર્વાદને ઈચ્છુક છું.
પ્રભુ મને ધન્ય બનાવે ? * માનવ જન્મની ક્ષણને સાર્થક કરવાનું ઇગિત કર્યું , મારા ઉપર અદ્દભુત ઉપકાર કર્યો.
ક