________________
૩૪ ]
સત્સંગ = સદ્ગુણેનું પ્રવેશદ્વાર
કેવળજ્ઞાન ન થાય. યુદ્ધના મેદાનમાં કેવળજ્ઞાન થાય પણ મનમાં જે કુરુક્ષેત્ર હોય તે કેવળજ્ઞાન પેદા ન થાય.
જે ને પેલા મહાત્મા પ્રસન્નચંદ્રનું શરીર તે કાઉસગ્ગ ધ્યાનમાં જ હતું ને? પણ મને વિદ્રોહ કર્યો તે શરીરની અવસ્થા સંતની પણ મનમાં મેહની જાળ બિછાવી, મહાત્મા સાતમી નરકના અતિથિ બની રહ્યા હતા કારણ શું?
તનની નિવૃત્તિ, પણ મન જેમાં લાગેલું રહે તેમાં છેવટે વચન સહકાર આપે જ. આરંભ–પાપ થોડા કલાક, થોડા દિવસ થાય પણ આરંભની આસક્તિ, આરંભની અભિલાષાનું પાપ સદાકાળ–સર્વદા, સર્વત્ર રહે. તેથી જ્યાં આરંભની આસક્તિ ત્યાં પાપને સંગ કર્મનો સંગ, કમ ત્યાં ધર્મ નહિ.
શિષ્ય! તારે ધર્મ આરાધના કરવી છે તે તારે કર્મઅંધનું કારણ શું? તે ખાસ સમજવું જ જોઈએ. અઢાર પાપસ્થાનક માત્ર ત્યાગ કરીશ તે નહિ ચાલે. હિસાના સાધને છોડીશ એટલે જ નહિ ચાલે, તારે હજી ખૂબ ત્યાગ કરવા પડશે. આરંભમાં–પાપમાં તત્પર મનને ત્યાગ કર અને કર્મબંધથી દૂર જા.
વ્હાલા વત્સ!
કર્મ સામે કેશરીયા કર્યા છે તે હવે ધર્મરાજાને વિજયના મંગલગીત સંભળાવ, હું એ સાંભળવા આતુર છું રસાથે મારા પ્રિય શિષ્યની યશગાથા સાંભળવા-ગાવા તત્પર છું. વત્સ, વિજયને વર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરજન થા.
ગુરુદેવ!
સાચે આપ મારા પર કૃપા કરતા રહે. મને શાસ્ત્રાર્થ સમજાવતા રહો–શાસ્ત્ર નહિ સમજુ તો મારા સંગ્રામની કથા પરાજયનો દર્દભરી કથા બની જશે. આજે આપે મારા