________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૩૩
નિર્માણ કરેલ પદાર્થ ખૂટે નહિ અને હિંસાને પરિણામ ખૂટે નહિ-તૂટે નહિ, સતત અવિરત હિંસાને પરિણામ રહે.
કાલસકરિક કસાઈ કહે છે-“કૂવાની બહાર હતા ત્યારે ૫૦૦ પાડા મારવાની મારી નકકી મર્યાદા હતી. પણ અહી મેં એટલા જ પાડા માર્યા આ માટીના કણ જેટલાં, તમે મને જેટલાં સમય કૂવામાં રાખ્યો એટલા સમય તમે મારા શરીરને બાંધી શકયા મનને તો નહિ. મારી માને સૃષ્ટિમાં માટીના પાડા બની ગયા, એ તમામ પાડાનો હું નાશ કરતે રહો. મારા મનમાં હિંસાને પરિણામ એટલે તીવ્ર બની ગયે છે કે હવે હું કયાંય કયારેય હિંસા વગર રહી શક્તો નથી. હિંસા મારે સ્વભાવ બની ગયો છે.
રાપાડા બની ગઇ, મનુને તે મહિલા સમય તો,
વત્સ!
કાલસૌકરિકની પ્રવૃત્તિ હિંસામય હતી તેના કરતાં અધિક કાલસૌકરિકની વૃત્તિ હિંસામય હતી. તેથી તેની હિંસક પ્રવૃત્તિ કયાંય પણ રોકાતી નથી. આનું જ નામ આરંભની આસક્તિ. પાપ પ્રવૃત્તિમાં જ તત્પરતા, પાપ પ્રવૃત્તિ પ્રત્યે અંતરની ભાવના એજ આરંભની આસક્તિ,
શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે. પાપની પ્રવૃત્તિ કર્મબંધ નહિ કરાવે પણ પાપની આસક્તિ અવશ્ય કર્મબંધ કરાવે છે. તેથી આપણે સૌએ પાપ પ્રવૃત્તિનું સગપણ તોડતાં પહેલાં પાપની વૃત્તિ દૂર કરવી જોઈએ. પાપવૃત્તિ જતાં પાપ પ્રવૃત્તિ પાંગળી બની જાય છે. અને ક્યારેક તો કર્મ નિજેરામાં પણ સહાયક બની જાય છે. શું યુદ્ધ કરતાં કેવળજ્ઞાન ન થાય? શું યુદ્ધના મેદાનમાં કેવળજ્ઞાન ન થાય ? જવાબ જરા શાંતિથી સાંભળ. . યુદ્ધ કરતાં પહેલાં કેવળજ્ઞાન થાય પણ યુદ્ધની ભાવનામાં