________________
૬ આરંભ સત્તા પકતિ સંગ
નાગરવેલનું પાન અને સામાન્ય પાન બંને સાથે પડયા હોય ત્યારે બંનેમાં કેઈ ફરક દેખાતું નથી. પણ જ્યારે દાંત નીચે દબાય છે ત્યારે તરત સૌને ફરક દેખાય છે. નાગરવેલના પાન દાંત લાલ કરશે, હઠ લાલ કરશે, જીભ લાલ કરશે અને
જ્યાં ભૂકશે ત્યાં પણ લાલ થશે. નાગરવેલનું પાન ખાધા પછી છુપું રહે જ નહિ. તેનો રંગ કયાંક તે લાગી જ જાય ને રંગ પાન ખાનારની ચાડી ખાય. પાપવૃત્તિને પણ આવાં જ સ્વભાવ છે.
વ્યક્તિ વિચારે છે–પાપ પ્રવૃત્તિ થઈ તે શું? શાસ્ત્ર તુરંત કહે છે–પાપ પ્રવૃત્તિને અમે સદા માફ કરી શકીએ છીએ. પણ પાપવૃત્તિથી પ્રેરિત પ્રવૃત્તિને અમે માફ કરી શક્તા નથી. તેનું ફળ અવશ્ય મળે છે.
ગુરુદેવ ! મને સમજાવે. વૃત્તિ સાથેની પ્રવૃત્તિ એટલે શું ? શિષ્ય ! “હું તને શું સમજાવું ? મારે. અને તારે હજી તે ઘણેય પ્રયત્ન કરવાનો છે. શાસ્ત્રના રહસ્યને પ્રાપ્ત કરવા. યાદ રાખજે–શાસ્ત્રને એકાદ વખત વાંચવાથી તેના રહસ્ય પ્રાપ્ત ન થાય. કેઈપણ ગ્રથ ત્રણ વાર વાંચીએ ત્યારબાદ તેને પરિચય થાય અને વારંવાર વાંચીએ ત્યારે ગ્રંથ આત્મસા થાય પછી તેની પક્તિ મનમાં ધોળાયા કરે. વારંવાર
સ્મૃતિ પથમાં શાસપક્તિ આવે ત્યારબાદ તેનું રહસ્ય પ્રગટ થાય. તેથી સ્વાધ્યાયમાં સદા પ્રયત્નશીલ રહેવું.
સ્વાધ્યાય આત્માને તીર્થંકર પરમાત્માનીનજદીક લઈ જાય. સ્વાધ્યાય વૈરાગ્યની મસ્તી પેદા કરે અને ઉત્કૃષ્ટ વૈરાગ્ય