________________
૩૦૦ ]
આત્માની આઝાદી એટલે નિરતિચાર જીવન
તીથકર, ગણધર, મહાન આચાર્ય ભગવંતની અવજ્ઞાઆશાતના,
તારે તે મૃત્યુ આવે ત્યારે મુક્ત ભાવે ગાવાનું છે. આ મૃત્યુ મહારાજા !
જ “અબ હમ અમર ભયે હે.. - આ ! હું તમારે સત્કાર કરું છું. તમે પણ મારા કર્મક્ષયના મહાયજ્ઞમાં સહાયક થયા છે. મારા કર્મની નિર્જરામાં તમે ય મને મદદ કરી છે.
મૃત્યુ મહારાજા ! તમને પણ નમસ્કાર–પ્રણામ ! !
સુશિષ્ય ! શ્રી આચારાંગ સૂત્રના ટીકાકાર શીલાંકાચાર્ય મ. પણ મહા ગંભીર છે. તેઓ “ક્રાલ પરિયા ” ને અર્થ કરે છે. “નિષ્પાદિત શિષ્યસ્ય”
સાચે જે શિષ્ય બનેલ છે તેને શિષ્ય હાય એટલે એક મેક્ષીથીને તેણે તૈયાર કરેલ હોય. જે, હું એક મેક્ષાથી તૈયાર ન કરું તે મારા ગુરુદેવના ગુરુ ઋણમાંથી મુક્ત ના બનું. ગુરુએ મને સંઘને, શ્રુતને, શાસન પરંપરાને વાહક સમજી જ્ઞાન આપેલ. મારા ગુરુદેવની જ્ઞાન સંપત્તિને મૃત્યુ પહેલાં મારે કઈકને ઍપવી જોઈએ. અંતિમ અવસ્થા સમયે સમાધિનિષ્ટ સાધુ પોતાના શિષ્ય પરિવારને જોઈ એક અમીભરી દૃષ્ટિ વહાવે છે. મારા કરતાં ય સવાયા શાસતના ગૌરવ કરનારા મારા શિષ્ય છે.
. આ પ્રસંગે સહજ યાદ આવે છે. “અમારા દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. નો મૃત્યુ મહોત્સવ. • અંતિમ કાલના એક–એકમહિના પૂર્વથી નમસ્કાર મહામંત્રની ધવલ મંગલ ધૂન સતત ચાલતી હતી. પૂ. ગુરુદેવ પરલોકનું પાથેય ધઈ તૈયાર થઈ ગયા હતા. જીવન યાત્રાને અંતિમ દિન હતેસૌ શિષ્ય ઉભા હતાં ત્યાં મેઘ