________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકો
[ ૨૯
અવ્યાબાધસ્થિતિ. તને રોગ કેમ? શરીર છે માટે શરીર છે તે રેગ રહે. પણ વ્યાકુળતા કેમ? મેહનીય કર્મ છે માટે, બસ તે તું મેહનીયકમના ક્ષય માટે ભાવના ઔષધિને ગ્રહણ કર...૧૨ ભાવના ઔષધિના સેવનથી મેહનીય કર્મ દર હટે. ચિત્તનું અૌર્ય હટે. ચિત્ત સ્થિરતા પ્રગટે... ચિત્તની એકાગ્રતાથી ધ્યાન થાય અને ધ્યાન દ્વારા તે નિકાચિત કર્મ પણ ક્ષય પામે. આમ, મુની રેગાવસ્થાને પણ કર્મના અંતની અવસ્થા બનાવે
- વત્સ ! તને થશે મને વારંવાર આગમના સ્લાધ્યાય માટે કેમ પ્રેરણું કરે છે? * આગમના સ્વાધ્યાયથી આત્મા સાથે સીધી વાત થાય, આગમના સ્વાધ્યાયથી મોક્ષનો રાજમાર્ગ પ્રાપ્ત થાય, આગમના સ્વાધ્યાય વગર કયાંય કમક્ષયના ઉપાય ના મળે. આગમના સ્વાધ્યાય વગર આત્માનો ઉદ્ધાર ન થાય. આગમની પતિ–પંક્તિ ઉપર ચિંતન કરઆગમનો સ્વાદયાય કેવળજ્ઞાનના દરવાજે
ટકેરા મારી શકે છે. , - આગમના સ્વાધ્યાયથી કમને અદ્દભુત ક્ષ
પશમ થાય છે.
આગામના જ્ઞાન-વાંચન-સ્વાધ્યાય ચિંતન-નિદિધ્યાસન વગર બીજા બધા ફાંફા–તારે સમય વેડફાશે. તારુ મગજ ગ૯ બનશે અને મળશે શું ? કહું ? સાંભળતાં છાતી ગભરાઈ જશે.