________________
પ૩
કાલ પરિઆયે સે તત્ય વિઅંતકરિએ
કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર ગાડી આવે છે અને હાંફળા ફાંફળા થઈને ખીસ્સામાં હાથ નાખે છે. ટીકિટ માટે ફાંફા મારે છે. ટીકિટ મળતી નથી. ભાઈસાબ, હાથ ઘસતા રહી જાય છે અને ગાડી પ્લેટફેમ છેડી આગળ ચાલી જાય છે. ત્યારે કેટલાક મુસાફરો ગાડી આવતા પહેલાં ટીકિટ-માલ -સામાન લઈ તૈયાર રહે છે. ગાડી આવતા તુરત ગાડીમાં બેસી રવાના થઈ જાય છે.
મુસાફરી નિશ્ચિત છે તે તૈયારી પણ નિશ્ચિત કરવી જોઈએ. જગત આખું મુસાફર છે. સૌની સફર નિશ્ચિત છે. પણ દિવસ અનિશ્ચિત છે. તે દરેક મુસાફરે પૂર્ણ તૈયારી કરવી જરૂરી. એકાદ ગામની મુસાફરી અંગે તૈયારીની જરૂરત, તે ભવની મુસાફરી માટે કેટકેટલી તૈયારીની જરૂરત?!
એ અનતના યાત્રી !
તારે સિદ્ધોની દુનિયાની સફર કરવાની છે. તારી યાત્રા દીધું છે. તારી યાત્રા અદ્ભુત છે. તું મહાન યાત્રિક છે. સીમંધર પ્રભુ સંયમયાત્રીની મહાવિદેહમાં પ્રશંસા કરે છે. વિશ્વના બધા જ સમ્યગૂ દષ્ટિ તારા ભવ્ય પ્રસ્થાનને અભિનંદન આપે છે, અનુમોદના કરે છે. પણ શ્રી આચારાંગસૂત્ર તને એક ભવ્ય ઉધન કરે છે. આ સૂત્ર તારો પ્રમાદ ખંખેરી નાંખશે. તારા પ્રમાદે પલાયન થવું પડશે. તારે ક્ષયાત્રી બનવું પડશે. સાંભળ, શ્રી આચારાંગસૂત્રને અમરઘોષ-મુક્તિના શહીદની અમરગાથા ગાય છે.