________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૮૫
ગુરુદેવ ! આપે તે મને મહાવ્રત આપ્યા. ત્યારથી આજ દિન સુધી વાત્સલ્ય ભાવે નિર્વ્યાજ વાત્સલ્ય ભાવે મારા મહાવ્રતનાસાધુ જીવનના સંરક્ષણ માટે પ્રયત્ન કર્યા. ઉત્સર્ગ–અપવાદની અનેક અટપટી કેડી–અનેક ભવ્ય રાજમાર્ગો જ્યાંથી મારું સાધુ જીવન રક્ષાય તેવે માર્ગ બતાવ્યું. આજનું મારું સંયમજીવનનું અસ્તિત્વ જ આપના વાત્સલ્યના પ્રભાવે છે.
* આપને સ્વભાવ જ કરુણાશીલ છે. સાચું કહું ! બહેનો કાચના વાસણનું જતન જે કાળજીએ કરે તેથી અધિક કાળજી મારા જતન માટે આપે લીધી છે. મને ખબર નથી મારામાં રાગ-દ્વેષ– મેહ અજ્ઞાન કયારે પ્રવેશી જાય ! અને મારા મહાવ્રતના ખંડન થઈ જાય. તેથી કયારેક આપે માતા સમ' વાત્સલ્ય વહાવી–સ્નેહ સરિતા બની મને સંયમ જીવનમાં સ્થિર બનાળે છે. આપના ઝાઝેરાં જતન ન હેત તે હું સંયમ જીવનમાં સ્થિર બની શકયો ન હોત. પણ આપનું વાત્સલ્ય પામી હવે મારે સાચા સાધુ બનવું છે.
આપ મારું અનુશાસન કરે..મારા ઉપર ચાંપતી નજર રાખે પ્રમાદ–કષાય મારા આત્મ ધનને ન લૂટે, મને પણ શાસવિદ્દ બનાવે - ગુરુવરે પણ દીક્ષાબાદ શિક્ષા આપે ત્યારે જ શ્રાવકમાંથી શિષ્ય બની શકે. શિક્ષા પ્રાપ્ત ન કરે હિતશિક્ષા ગ્રહણ ન કરે આજ્ઞાનું પાલન ન કરે તે શિષ્ય ના બની શકે.
સાચા શિષ્ય બનવા હિતશિક્ષાનું આચરણ ખૂબજ જરૂરી. ગુરુવરનું પણું કર્તવ્ય છે દીક્ષા બાદ પોતાના શિષ્યને અધ્યાપન કરાવવું. શિષ્યએ ગુરુના ઉપદેશને અનુકૂળ બનવું એશિષ્યની ફરજ. તે ગુરુજનની મહાન ફરજ છે કે પોતાના શિષ્ય-શિષ્યાને અધ્યાપન કરાવવું, અભ્યાસ કરાવ...અધ્યાપન વગર શિષ્ય-શિષ્ય રહી શકે પણ ગુરુ ન બની શકે