________________
૨૮૬ ]
વિનય એટલે વ્યકિત માત્રને ફ્રેશ કરવાની કળા
શાસન પ્રભાવક ના બની શકે. સ્વપર તારક ના બની શકે ગુરુવર જ્ઞાન પ્રદાન કરે તે જ શિષ્ય ઉદ્ધારક બની શકે.
શ્રી આચારાંગસૂત્ર તે ગુરુ અને શિષ્ય બંનેનું માગદશકે છે. ગુરુવરને પણ ફરમાવે “ભાવિક ભકતનું મસ્તક તે એક મિનિટમાં મુંડિત બની ગયું. વાળ વગરનું માથું થતાં કેટલીવાર? પણ હવે તમારે તમારા શિષ્યના હદયમાં રહેલ -અનાદિના દુર્ગુણનું મુંડન કરવાનું છે. તમારા શિષ્યના હૃદયને નદનવન સમાન મઘમઘાયમાન બનાવવાનું છે. પાત્રતા સુરભિ પ્રગટિત કરવાની છે. તેથી તમે તમારા શિષ્યના મંગલ માટે -અભ્યાસ કરાવે પ્રતિદિન અભ્યાસ કરાવે. શાસ્ત્રની મર્યાદા - મુજબ શાસજ્ઞાન–આગમના અમીપાન કરાવે...તમારા શ્રીમુખે તમારા શિષ્યને જ્ઞાન આપો.
શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે “આશુપુત્રવેણ વાઈયા શાસના કમ પ્રમાણે ભણુ. પ્રથમ, ચરણકરણનુગમાં નિષ્ણાત બનાવે. બાદમાં દ્રવ્યાનુયેગમાં પ્રવેશ કરાવે. તમારે શિષ્ય જે રીતે જ્ઞાન ગ્રહણ કરી શકે તેમ ભણાવે તમારે શિષ્ય ગીતર્થ બની નિભીક રીતે શાસનના સત્ય પ્રગતિ કરી શકે તેમ અભ્યાસ કરાવે. શિષ્યની ચેગ્યતા જોઈ–કાળની ‘ગ્યતા વિચારી તેને શાસ્ત્રજ્ઞાન આપે. ભદ્રબાહુસ્વામી જેવા કડક ગુરુ બનીને શાસ્ત્રની વાચના આપ. મહાપ્રાણાયામ ધ્યાનમાં જ જેમની લાગણી છે તેવા મહાજ્ઞાની વૃદ્ધ ગુરુવારે પણ જ્ઞાનદાનની મહાયજ્ઞ પ્રારંભ્યો હતે.
ભદ્રબાહુ સ્વામી ૫૦૦-૫૦૦ શિષ્યને દિવસમાં સાત વાર વાચના આપતા હશે તેનું કલ્પના ચિત્ર પણ કેટલું રમણીય લાગે છે. જેમ કાશ્મીરમાં જાવ અને જ્યાં જુઓ -ત્યાં પ્રકૃતિના સૌદયના દર્શન થાય તેમ ભદ્રબાહ સ્વામીના જ્ઞાનથી પવિત્ર થયેલ નદનવનમાં સર્વ જ્ઞાનારાધનાની કેવી મસ્તી ચાલતી હશે ?