________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૨૭૩
- પ્રથમ અર્થ આચાર્ય ભગવંતની પરંપરા વડે સર્વજ્ઞ આગમના રહસ્ય પ્રાપ્ત કરવા જોઈએ. એટલે ગુરુની પરંપરા ગુરુકુલની આરાધના વડે આગમના રહસ્ય મળે. ગુરુકુલમાં નિવાસ વડે આગમના રહસ્ય સમજાય. જ્ઞાની ગુરુ સંયમીને'વિનયીને જ્ઞાન આપે. સંયમ અને વિનય વડે ગુરુ કૃપાથી પરંપરા અને આમ્નાય સર્વજ્ઞ શાસ્ત્રને સમજી શકાય. આચાર્ય ભગવતેએ નિર્યુક્તિ-ભાગ્ય-ચૂણી–ટીકામાં જે પ્રમાણે આગમના અથ કર્યા હોય તેને અનુસરીને આગમના અર્થ કરવા. આપણું મતિ-કલ્પના પ્રમાણે ના કરાય.
સર્વજ્ઞ પ્રરૂપિત શાસ્ત્રના ફક્ત વ્યાકરણ અને શબ્દકેશના આધારે જ અથ ન થાય. પણ આત્મજ્ઞાન આપણું સુધી પહોંચાડનાર આગમ જ્ઞાનની પરંપરા જાળવનાર આચાર્ય ભગવંતની પરંપરામાં છે. અર્થ જેવી રીતે ચાલતાં હોય તેવી રીતે કરવાથી આગમના રહસ્ય સમજાય.
બીજો અર્થ સર્વજ્ઞના શાસન વડે પર તીથિકનાં પ્રવાદને જાણ. એટલે પહેલાં, આગમશાસ્ત્ર નિષ્ણાત બન. આગમશાસ્ત્રના રહસ્ય આત્મસાત્ કર...આગમશાત્રને ઊંડે અભ્યાસ કર્યા વગર અહીં ત્યાં કયાંય માથું મારવાનું નહિ. સાશાસ્ત્ર નિષ્ણાત બનવાથી તારી શ્રદ્ધા ખૂબ સ્થિર થઈ જાય. વીતરાગ વચનના અભ્યાસથી શાસ્ત્ર પરિકમિત મતિ થાય. પછી બધા દર્શનશાસ્ત્રને અભ્યાસ કરનહિતર તારી શ્રદ્ધા અસ્થિર થઈ જાય. મતિ વિભ્રમ થઈ જાય. શું કરું? શું ના કરું ?, વિશ્વના કેઈ દર્શન વડે કેઈપણ નયના જ્ઞાન વડે પ્રતિભા શક્તિથી સ્યાવાદ, સિદ્ધાંતને તું સમજ અને સમજાવ. . * : ૧૮