________________
૨૭૨ }
ક્ષમાએ માનવજીવનનો સાચે શણગાર છે.
ગુરુદેવ! સાચું કહું છું તે લકીરને ફકીર છું. મને કેઈએ કહ્યું “તું મૂર્ખ એટલે હું તે એટલું સમજુ મારે તિરસ્કાર કર્યો. પણ આજે આપની સમજૂતીથી ખ્યાલ આવ્ય-મૂખ શબ્દ સાંભળીને ગભરાઈ નહિ જવાનું. કણ કહે છે? કેને કહે છે ? કયા સંદર્ભમાં કહે છે? આપ મને મૂર્ખ કહે. ત્યારે મારે સમજવું જોઈએ કે આપ આપના શિષ્યોતિરસ્કાર નથી કરતાં પણ શિષ્યમાં રહેલ અજ્ઞાન ભાવને તિરસ્કાર કરે છે. જે હું મૂર્ખ–તિરસ્કારને પાત્ર હેત તે મને કેમ. બોલાવત? બરાબરને ! ગુરુદેવ !
કૃપા કરી મારું અજ્ઞાન દૂર કરે
પ્રવાદ વડે પ્રવાદને જાણ” એટલે શું?
જ્ઞાનાભિલાષક ! દરેક વાક્યના અર્થમાં મારે મારું અને તારે તારું ભેજુ નહી ચલાવવાનું. શાસ્ત્રના અર્થ કરવા માટે શાસ્ત્ર પારગામી ગુરુજનોએ જે અર્થ કર્યો હોય તેનું અનુસરણ કરવાનું...આપમતિ મેટે ભાગે વિનાશક જ બને, સન્મતિતારક બને પણ સર્વજ્ઞમતિ વિશ્વના સમસ્ત જીનું સદા-સર્વદા સર્વ પ્રકારે સર્વત્ર મંગળ કરે, - શ્રી આચારાંગસૂત્ર સર્વજ્ઞ ભાષિત સૂત્રગણધર ભગવંતથી ગુથિત આચાર્ય ભગવતે દ્વારા નિર્યુક્તિ-ટીકા વિગેરેથી સુશોભિત મહા આગમ ગ્રંથ. તેને અર્થ આપણે શીલાંકાચાર્ય મ. જે ટીકામાં ફરમાવ્યું છે તે પ્રમાણે પ્રથમ વિચાર કરીએ.
“પવાએણું પવાય જાણિજજા”
આચાર્ય ભગવંતની પરંપરા વડે સર્વજ્ઞના ઉપદેશને. સમજવો જોઈએ. તીર્થંકર પરમાત્માના ઉપદેશ વડે દરેક ધર્મના રહસ્યને સમજવા જોઈએ. સર્વજ્ઞના આગમના જ્ઞાન વડે વિશ્વના બધા દર્શનશાસ્ત્ર સમજવા જોઈએ. તીર્થકરના આગમશાસ્ત્રને પ્રતિભા શક્તિ વડે સમજી-વિચારી સાબિત કરવા જોઈએ.