SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ** જ સે ઉટિશ્યસ્ત ઠિયર્સી ગઈ સમશુપાસ * જગતમાં સૌ પ્રગતિને ચાહ-પ્રગતિની પ્રશંસા કરે. પણ, પ્રગતિ અંગે પુરુષાર્થ કેટલાં કરે? કબીરવડ જેવા ઘેઘુર વડલાની છાયામાં સૌ શાંતિ પ્રાપ્ત કરે. પણ ક્યારેક તો કબીરવડને પૂછે-“તું કઈ પરિસ્થિતિમાંથી પસાર થશે ? વૃક્ષને જે હાથ અને આંખ હોય તે આંખ ઉંચી કરી આંગળી આકાશ સામે ચીપીને કહે-ભગવાન જ જાણે. મારા અસ્તિત્વ માટે મારે શું શું સહેવું પડયું ? તેમાં પણ જેમ જેમ વડવાઈઓ વધી તેમ તેમ તે પૂછવાનું શું ? એક વૃક્ષનો વિકાસ પણ કાળજી માંગે છે, તે એક માનવ-સામાન્ય માનવ મહામાનવ બને ત્યારે તેને કેવા ભયંકર જીવન સંઘર્ષમાંથી પસાર થવું પડે? શેઠ-શેઠાણી કે રાજા-રાણીની કથા વાર્તા હોય તો લખી શકાય પણ અંતરની કથા ! અંતરની કથા કેવી રીતે શબ્દમાં રજૂ થઈ શકે? મહામાનવની પ્રગતિની કથા શબ્દમાં રજુ ન થઈ શકે તે આત્મામાંથી મહાત્મા બનવા અને મહાત્મામાંથી પરમાત્મા બનવા ઝંખતા આત્માની કથા શું શબ્દમાં આલેખી શકાય? -શબ્દ શક્તિ ત્યાં વામન બની જાય છે. આત્મશક્તિ અનેરી આભાથી પ્રગટી ઉઠે છે. આત્મશક્તિના આલેખન ન થાય પણ આત્મશક્તિના દશનથી,–આલંબનથી આત્મશક્તિને વિકાસ અવશ્ય કરી શકાય.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy