________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
રિપ૧
સમભાવી મહાત્મા છે. તે નિંદા કરીશ તે પણ દયા અને કરૂણા ચિંતવશે. પણ સાધુની નિંદાથી તારા આત્માને શું લાભ થશે? બેલ ભલા! મારે તને આગમ પંક્તિનું રહસ્ય સમજાવવું છે. તારી આત્મિક સમાધિ ભયમાં મૂકાશે. આ પાપ તને મનુષ્ય બનાવીને પણ પાગલ બનાવશે...મૂર્ખ બનાવશે કદાચ બુદ્ધિ રહેશે તે પણ સદબુદ્ધિ નહિ રહે. સત્ય સમજી શકશે નહિ. સભાવ સમજાવનાર મળશે તે પણ તારે પૂર્વગ્રહ છોડીશ નહિ. શાસ્ત્રીય શબ્દમાં કહું – વિચિકિત્સાથી
ધિ હર્લભ બને છે. સમક્તિ પ્રાપ્ત થાય તેવા અનેક નિમિત્તો-આલંબન નિષ્કામિયાબ-નિરૂપયોગી નિવડે છે. - તું મારો આરાધક શિષ્ય! તારી આરાધના સફળ બનાવી જોઈએ. નિષ્કટક–નિરંતરાય બનવી જોઈએ. બાલ્ય ઉંમરથી સદગુરુની છાયા પામેલ વર્તમાનને મારે શિષ્ય પણ ભાવિન પ્રભુના શાસનને વાહક-શાસન પ્રભાવક મહાત્મા, સમાધિના. મહામાર્ગનો તું ઉપાસક બની જા.... આરાધક બની જા - જ્ઞાની–વિદ્વાન–શાસ્ત્રવિદ્દ–ત્યાગી–તપસ્વી–સાધુ મહાત્માના ચરણનો ઉપાસક બની જા... અંતરના અધિકેરાં. બહુમાન રાખ. મહાત્માના ગુણેને પ્રશંસક બની જા. મહાભાની ગુણ સ્તુતિ દ્વારા જીવનને ધન્ય બનાવી દે
ગુણ સ્તુતિ મહાત્માની થશે....પણ, આત્મિક શાંતિના. અણમેલ લાભ તને મળશે.”
નાના એવા નિમિત્તથી સન્માર્ગની તને પ્રાપ્તિ થશે. મહાત્માની ઉપાસના એટલે ખરેખર તારા જીવનની અદ્ભુત પ્રાપ્તિ. મહાત્માની ઉપાસનાથી તારું પુણ્ય એટલું મજબુત થશે કે તને બુદ્ધિને વિભ્રમ કયારેય પેદા નહિ થાય. તારા જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થશે. મેહનીયમને ઉદય. દુર જશે. શ્રી આચારાંગ સૂત્રમાં સદા સંયમીની હિતશિક્ષા...