________________
જ
=
કપ વિતિગિછ સમાવનેણું
અપાણેણું ને લહઈ સમાહિં કઈ પણ વ્યક્તિ અગ્નિ પાસે બેસે અને ઠંડક થાય, તેવું બને નહિ, મનમાં ભ્રમ પેદા થાય તો શાંતિ પ્રાપ્ત થાય
છે તેમ સત્ય તત્વ પ્રત્યે અરૂચિ પેદા થાય તે શાંતિ મળે નહિ. સત્ય-સુયોગ્ય મહાત્મા પ્રત્યે તિરસ્કાર પેદા થાય તે પણ શાંતિ મળતી નથી. સાધક જીવનમાં-આરાધનામાં– સૂાધનામાં આનંદ ત્યારે આવે જે ચિત્ત સ્વસ્થ હોય તે. ચિત્તાની અસ્વસ્થ દશામાં કદાચ આરાધના થાય તે પણ યંત્રવત્ થાય, પ્રાણ પૂરાય નહિ. સાધક!તારે આરાધના અને સાધના બંને કરવાની છે. આરાધના નિત્ય કરવાની હોય. સાધના સમયે-સ્થળે અને લક્ષ્ય સિદ્ધિ અથે અમુક મર્યાદામાં તેના નિયમ પ્રમાણે કરવાની હોય. પ્રભુશાસન ફરમાવે છે આરાધના-સાધનાના પ્રારંભ ચિત્તાની સ્વસ્થતાથી જ કરવા. ચિતાની સ્વસ્થતા વગર કરેલી આરાધનાસાધના સફળ થતી નથી, સિદ્ધિદાયક બનતી નથી. એટલે તને કહું છું. પહેલા ચિત્તની સ્વસ્થતા પ્રાપ્તકર. ચિત્તની સ્વસ્થતા કહે કે સમાધિ કહા એકજ છે.
સાધક ! – વિનયી છે. ગુરુની વાત સ્વીકારે તે પરમાત્માનો ઉપદેશ કેમ ન સ્વીકારે? પરમાત્માના ઉપદેશને તે , અવસર. પ્રભુની આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે. તમે સુમુક્ષુ છે. મારે હવે તને વધુ શું કહેવાનું?