________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
૨૪૩
અધ્યાત્મી કયારેય ખોટ હાતી નથી અને સાચા અધ્યાત્મી મહાત્માની સદા સર્વદા અછત જ હોય છે. અધ્યાતમી આત્માની ઉપાસના-માન-સન્માન-સત્કાર જોઈ ને ઘણાને અધ્યાત્મી બનવાનું મન થાય. આપણી આ મનેભાવના જ્ઞાનીઓ જાણે છે. અધ્યાત્મના નામે આપણું ગાડી કયાંય ઊંધા પાટે ચડી ન જાય એટલે શ્રી આચારાંગ સૂત્ર આપણને ફરમાવે છે પહેલાં અધ્યાત્મની વ્યાખ્યા સમજી લે. પછી અધ્યાત્મી મહાપુરુષના આશીર્વાદ મેળવી અને બાદમાં અધ્યાત્મી બન....
શ્રી આચારાંગ સૂત્રનું ૧૬૦ સું સૂત્ર કહે છે– “અ૪૫ સંવડે પરિવજઈ સયા પાવ” – “અધ્યામી સદા પાપને ત્યાગ કરે છે.”
શિષ્ય ! તું પ્રશ્ન પૂછીશ....! તમે અધ્યાત્મની વ્યાખ્યા કરે છે પણ, મને સમજાવે.....
અધ્યાત્મ એટલે શું ? ભલા! અધ્યાત્મના નામે કેટલાંક લેકે માયાજાળ ઉભી કરતાં હોય છે પણ જિનશાસનમાં અધ્યાત્મને અથ છે.
આત્મામાં રહેનાર, શાસ્ત્રકારે આત્માની સાથે રહેનાર તરીકે મનને જ સ્વીકારે છે. અર્થાત અધ્યાત્મ એટલે “મન એટલે જ અહી ફરમાવે છે – મન જેનું સંસ્કૃત છે તે સદા પાપનું પરિવર્જન કરે છે. [3 જૈન શાસનની દષ્ટિએ મનને કાબુમાં રાખનાર–મનને
નિરોધ કરનાર તે અધ્યાત્મી.. મનથી કયારે પણ વિચારની મર્યાદા ઉલ્લંઘ નહિ તે અધ્યાત્મી.