________________
શ્રી અચારાંગ સૂત્ર ચિંતનિકા
_૨૩૭
ગુરુદેવી
શું મન અસ્વસ્થ હોય તેની પરીક્ષા સહેલી ?
વત્સ !
હા, ભાઈ હા, શ્રી આચારાંગ સૂત્ર કહે છે. “ઉજ્જયમાણે નારે મહયા મેહેણ મુજઝઈ” ગર્વિષ્ઠ મનુષ્ય ભયંકર મેહ વડે પીડાય છે.
માનવ ધનનું દાન કરી શકે છે, અન્નનું દાન કરી શકે છે, જે માંગે તે આપી શકે છે પણ ક્યારેય સત્તાનું દાન કરી શકતું નથી. માનવને લાગે છે સત્તા જાય તે સન્માન શું?
માનવમન બધુ ત્યાગ કરી શકે છે પણ માન વામન કરવાનું આવે ત્યારે ચકરાવે ચઢી જાય છે અને એક સજીને ન શોભે તેવા ભયંકર તોફાને કરી મૂકે છે. માનવને લાગે છે બધાં વગર ચાલે પણ પેલા માન-સન્માન–સ્વમાન વગર ચાલે?
માનવીના માન-સન્માન માગનાં વલખાં એટલા તીવ્ર અને એટલા ભયંકર હોય છે કે મહાત્માઓ આ ભયંકરતા ઉપર એકાંતમાં અશ્રુ વહાવે છે. માનવને માન માટે વલખાં– ઝંખનાકરવાથી માન મળશે કે નમ્રતાથી માન મળશે ? સત્તાને સૌ કે છે નમે છે પણ સત્તાધીશેને ક્યારેય હૈયામાં સ્થાન મળતું નથી. સત્તાને કરડે વીંઝી કેઈને સતાવી શકાય. પણ સત્તા દ્વારા હાર્દિક સન્માન પ્રાપ્ત ન કરી શકાય. વ્યક્તિ સત્તાથી શોભે કે સત્યથી ? સત્તા માટે માનવ શું પાપ કરતા નથી ? સત્તા મળ્યા બાદ સત્તાને ટકાવવા માનવીને શ શ પાપ કરવું પડતું નથી ? એક છત્રીય સામ્રાજ્યના સમ્રાટને પણ સત્તા હાથ તાળી દઈને ચાલી જાય છે. ત્યારે તેમની દશા અત્યંત દયનીય-કરૂણામય