________________
૨૩૬]
સદ્દબુદ્ધિ-સદાચરણએ તમામ પ્રશ્નોનું સમાધાન છે.
આ દુનિયામાં પાગલ અનેક પ્રકારના હોય છે. કેઈનું વિચારતંત્ર વ્યવસ્થિત ન હોય અને પાગલ બને છે તે કેઈના વિચારે સુયોગ્ય ન હોવાથી પાગલ બને છે. મગજ અવ્યવસ્થિત હોય તેવા પાગલની દવા થાય છે પણ મન અવ્યવસ્થિત હોય તેવા પાગલને માટે કોઈ ઔષધિ હતી નથી. મન અવ્યવસ્થિતમન અસ્વસ્થ નું હોય ?
મોટે ભાગે હું અને તું આપણે બંને માનીએ કે મન કેનું માંદુ રહેશે જેનામાં ગુસ્સો અધિક હોય પણ... ગુસ્સાવાળાની એક ખાસિયત છે કે તે જલ્દી પોતાના વિચારોની ઉલ્ટી કરી દે છે. જેમ પિત્ત ચઢયું હોય અને માથું દુખે, અસહા વેદના થાય. પણ ઉલ્ટી થઈ જાય પછી માથું હલકું થઈ જાય, વેદના શમી જાય, શરીર સ્વસ્થ બની જાય..-ગુસ્સાનું પણ એવું જ છે. ક્રાધી માણસે એકવાર બાલી જાય પછી શાંત થઈ જાય. બિલી નાંખે પછી દિલમાં કાંઈ ન રહે પણ ગુસ્સા કરતાં અધિક ભયંકર માને છે. માનની ઉલ્ટી થતી
નથી. માન તો માથે ચઢી જાય છે એટલે અભિમાની કયારેય કોઈને માથું નમાવતા નથી અને વચનથી પણ -નમતા નથી. વિચારોની આપ લે કરવામાં પણ માનતા નથી બધાથી દૂર દૂર ભાગે છે. અભિમાની વ્યકિતને સ્વભાવ સ્નેહાળ ન હોય અતડે હેય. ક્રોધથી માનવ પાગલ જ બને છે. તેના વિવેક ચબુ નષ્ટ–ભ્રષ્ટ થઈ જાય છે. વિવેક રહિત માનવ અને પશુમાં ખાસ ફરક રહેતો નથી એટલે લાગે આ તે માનવ કે માનવ પશુ ! અભિમાની વ્યક્તિનું મન હંમેશા અસ્વસ્થ રહે છે. મારે અને તારે બંનેએ નિદાન કરાવવાના છે. આપણે આ રેગથી ઘેરાયેલા નથી ને ? પરીક્ષા ખૂબ સહેલી છે.