________________
* શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
૨૩૩
સાધુનું ચિત્ત એટલે સદ્ગુરુને અભિપ્રાય કારણું, સાધુ સદ્ગુરુને સમર્પિત
શરીર શિષ્યનું પિતાનું પણ અધિકાર ગુરુને. ગુરુને રોગ્ય લાગે તેમ આજ્ઞા કરે. ઉપવાસ કરાવે કે આહાર કરાવે, દીક્ષાના પ્રથમ દિવસે જ સ્વેચ્છાએ ગુરુ ચરણમાં મન-વચન -કાયાના દાન કરી શિષ્ય ધન્ય બન્યા છે.
શરીર પર ગુરુનો અધિકાર તે વચન ઉપર કેને અધિકાર ?
તું જ્યારે પણ કઈ બોલવાનું હોય છે ત્યારે ગુરુ પાસે આદેશ માંગે છે અરે! શું સ્વાધ્યાય કરતો હોય તો પણ પૂછતે નથી? સજઝાય સંદિસાહે? પચ્ચખાણ કરવું હોય તે કહેતે નથી? ઈરછકારી ભગવંત! પસાય કરી પચ્ચકુખાણને આદેશ દેશોજી.” ગુરુદેવને કેમ પૂછે છે? તુ કહીશ મારા માલિક મારા ગુરુ. તેમને મારા પર અધિકાર છે. તારા શરીર–તારા વચન ઉપર જેમ ગુરુનો અધિકાર તેમ તારા મન ઉપર પણ ગુરુનો અધિકાર ખરે ને? તને ધીમે ધીમે ગુરુકુળવાસમાં નિવાસ કરતાં સમજાવે.
ધન્ય-પુણ્ય શિષ્ય કેણ બને છે? ત્યાગી? તપસ્વી? જ્ઞાની? ના ચિત્ત નિપાતી શિષ્ય ધન્ય બને છે, ધન્યાતિ ધન્ય બને છે.
ચિત્ત નિપાતી. એટલે ખુદને મન હોવા છતાં તે પ્રમાણે વિચાર ન કરે, પણ પોતાના ગુરુના અભિપ્રાયને સમજવાની કોશિશ કરે. ગુરુના અભિપ્રાયને અનુકૂળ વતન કરવાનો જેનો સ્વભાવ થઈ ગયે છે તે સુશિષ્ય..!
સહજ ભાવે જે કરાયજે થઈ જાય તેનું નામ જ સ્વભાવ,