________________
૨૩૪)
સામાયિક : માન–અપમાનનું વિસ્મરણ
કાચા-
શોતમ
અનુરૂપ છે
ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવામાં જે શિષ્યને સહજ આનંદની અનુભૂતિ થતી હોય તેનું નામ શિષ્ય. આવી ભવ્ય શિષ્યવૃત્તિ પાછળ અદ્વિતીય વિચાર શક્તિ કાર્ય કરે છે. મારા ગુરુને અભિપ્રાય સર્વજ્ઞ શાસનને સંમત છે. અનુકૂળ છે. કારણ તેઓ એકલાં શાસ્ત્રાભ્યાસી નથી પણ, શાસ્ત્ર પરિકમિત બુદ્ધિવાળાં છે. શાસ્ત્ર જાણી સમજી તે અપવાદ માર્ગનું આચરણ કરે તેવા શિથિલ પરિણામી કે કાચાપોચા વૈરાગી નથી. મારા ગુરુદેવ વીતરાગ સમાન વૈરાગી છે ગૌતમ સમા મહાજ્ઞાની છે. એટલે તેમને અભિપ્રાય સવજ્ઞ શાસ્ત્રને અનુરૂપ હોય. તેથી ગુરૂના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવાના સ્વભાવમાં પ્રભુ શાસનને સમર્પિત થવાની હિતભાવના છે. બસ...
શિષ્ય! તું ચિત્ત નિપાતી બનવાના બહાને શાસનને સર્વાગ સમર્પિત બન એ જ મારી હિતભાવના
ગુરુદેવ ! મને લાગે છે આપની હિતશિક્ષા સાંભળતે. રહે અને અનુસરણ કરતા રહે તે અવશ્ય શાસન સમર્પિત બની શકુ.
કરે મારા ભાલમાં વૈરાગ્યનાં તિલક... અને પહેરાવે મારા કંઠમાં જિનાજ્ઞાની પુષ્પમાળા
શાસન વીર બનવાનો મંગલ પ્રારંભ કરું છું. રક્ષા. કરજે મારા ઉત્થાનની..