________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતંનિકા
[ ૨૨૫
પ્રભુએ ફરમાવ્યું–સાધુ જીવનના સંરક્ષણ માટે વિહાર એક અનિવાર્ય જરૂરિયાત. તું પૂછીશ–“વિહારને ઉદ્દેશ શું? એક સ્થળે રહેવાથી અનુકૂળતા અધિક મળવાને સંભવ....એક સ્થાને રહેવાથી રાગ-દ્વેષના કારણને અધિક સંભવ એક સ્થાને રહેવાથી મમત્વાદિ અનેક દેષ અધિક થવાનો સંભવ. એક સ્થાને રહેવાથી સામર્થ્ય શક્તિ અવિકસિત રહેવાને અધિક સંભવ તેથી જ પ્રભુએ સાધુને વિહાર ફરમાવ્યો.
વિહાર કરે એટલે સૌથી પહેલાં રાગ-દ્વેષના બંધન કપાયસંગ છૂટેજ નવા ગામ અને નવા મુકામ પ્રતિદિન અજ્ઞાત કુલ અને અજ્ઞાત લોકે પાસેથી ભિક્ષા લાવવાની. કેઈ ઓળખે નહિ એટલે ગૃહસ્થ મમત્વ રાખે નહિ-કે “અમારા મહારાજ સાધુ કેઈને ઓળખે નહિ એટલે મારે ભક્ત’ આવે મમત્વને પરિણામ પેદા થાય નહિ.
રાગ ભાગે તે ષને બિચારાને કયાં સ્થાન મળે? રાગભયંકર બંધન જેનાથી તૂટે તે વિહારયાત્રા ન કહેવાય તે શું કહેવાય? યાત્રા જેમ મમત્વ છેડાવે તેમ વિહાર પણ મમત્વ છોડાવે. એટલે વિહાર પણ યાત્રા. વિહાર યાત્રા થાય એટલે અનુકૂળતા વિદાય લે અને પ્રતિકૂળતાનો પ્રારંભ થઈ જાય.
વિહાર યાત્રા એટલે...અનુકૂળતામાં આત્મશક્તિનું ધનપ્રતિકૂળતામાં આત્મશક્તિનું પ્રગટીકરણ,
વિહારનો પ્રારંભ થાય, વિહારનું લક્ષ્ય નિશ્ચિત પણ માર્ગ તે અનિશ્ચિત કારણ કે કેઈએ ચીધ્યા માર્ગે ચાલવાનું માગ દીઘ પણ હાય...માગ કંટકથી ભરાયેલ પણ હાય માગ કઠીન પણ હોય છતાંય વિહાર કરવાને વિહાર કરવાને એટલે આત્મશક્તિને આવાહન કરવાનું ન - ચલાય, પગમાં વાગે, થાકી જવાય, આવી બંધી કાયર વાતે નહિ કરવાની. આત્માનું સામર્થ્ય પ્રગટ કરવાનું. ૧૫.