SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ } પ્રશંસા એ કાન મંત્રવાની કળા છે. અનંતશક્તિને સ્વામી આજે તારી આ પરિસ્થિતિ! ચલ જલ્દી ચાલચુપચાપ ચાલ...આત્મ સામર્થ્યની સિદ્ધિ માટે ચાલ...આત્મ સામર્થ્યના પ્રગટીકરણમાં મદદગાર વિહાર યાત્રા નહિ તે બીજું શું ? સાધુ વિહારથી તારા આ લક્ષ્ય સિદ્ધ થાય તે તારો વિહાર એ યાત્રા. અન્યથા વિહાર એટલે નાહકનું અર્થ શૂન્ય પરિભ્રમણ. રાગની વૃદ્ધિ માટે વિહાર નહિ... બીના તિરસ્કાર ત્યાગ કરવા માટે વિહાર નહિ...પણ અંતરમાં રહેલી રાગ-દ્વેષની ભાવના નષ્ટ કરવા માટે વિહાર કરવાનો સુસાધુ ! તને કઈ મળે છે અને પૂછે છે કેટલે વિહાર કર્યો ? તું તારી નોંધપોથી કાઢે છે, પાંચ-પચીશસેની ગણત્રી કરે છે અને કહે છે “ મા વિહાર? સુખ ઉપર મલકાટ લાવીને કહીશ ૨૫ વર્ષમાં ૭૫ હજાર કિમિટર. શાસ્ત્રકાર આપણું મૂખતા પર એક આછેરું સ્મિત કરે છે...ભાઈ! કિલેમીટરની અધિકતા, તેને તું વિહાર કહે તે યાદ રાખજે; સંસારી જીવ જ અધિક વિહાર કરે છે અને ઝડપી વિહાર કરે છે. અહીં રહેલ એક જીવ સિદ્ધશિલાની પૃથ્વી પર નિગદમાં ઉત્પન્ન થયો. તે કેટલા વિહાર થયે, તને ખબર છે? સાતરજજુને...કેટલીવારમાં ? મર્યાદિત સમયમાં, વધુ અંતર કાપવું...માઈલની બહુ લાંબી ગણત્રી રહે. સાધુ માટે ઉત્કૃષ્ટ વિહાર નહિ પણ શ્રી આચારાંગ સૂત્ર કહે છે ભાઈ, સાધુ ! તું વિહારીપણું “જયંવિહારી ખરે? યં વિહારી” એટલે વિહારમાં વિજય મેળવનાર ના સાધુ મહાત્માની પરિભાષામાં વિહાર કરવાનો પણ
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy