________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૧૯
તે મારો સ્વભાવ થઈ ગયેલ છે. આપના સાંનિધ્યે આવતાં જાણે -અજાણે કંઈક શાંત થયે છું. ત્યાં ફરી ચુદ્ધની મને પ્રેરણું ના કરો. લઢવા માટે મને પ્રેરણું કરવાની જરૂર જ નથી. * લડાઈનું કારણ તે હું ક્યાંય શોધી લઉં છું. મને લઢાઈ વગર ચેન પડતું નથી. આ મારે જગ જૂને અવતાર છે. મને. અવળે રસ્તે ના દોરો ને.
ગુરુદેવ ! તમે તે મારી વહારે ધાવ. મને મદદ કરે. મારે પક્ષ કરે. જરા શાંતિથી બેઠો છું ત્યાં મને સતાવે નહિ..
વત્સ ! તારે શાંતિ જોઈએ છે એ કરતાં અનેક ગણું ભાવના મારા હૈયામાં છે કે તને શાંતિ પ્રાપ્ત થાય. મારા કોડ છે તને શાંતિદૂત તરીકે નિરખવા. તું જ્યારે શાંત થઈશ ત્યારે તારા આત્માને હ પણ વદન કરીશ. પણ તું અત્યારે જે શાંતિ કહે છે તે સાચી શાંતિ નથી. સ્મશાનની શાંતિ છે.
શ્રી આચારાંગસૂત્ર તને ખૂબ સુંદર હિતશિક્ષા આપે છે. તું લઢ છે પણ યુદ્ધના સમયે નહિ. યુદ્ધની ક્ષણો દુર્લભ હોય છે. આ પળ–આ જન્મ યુદ્ધના એગ્ય છે. યુદ્ધના મેગ્ય સમયે યુદ્ધ કરે તેને વિજયની વરમાળા મળે. અત્યાર સુધી. તે જે યુદ્ધ કર્યા–વિજયની વરમાળા પહેરી તે બધી તારી પરાજયની દર્દભરી કથા છે. મહાભારતનું યુદ્ધ કર્યું કે પ્લાસીનુ યુદ્ધ કર્યું પણ એ અગ્ય સમયના અગ્ય રીતે ચઢાયેલ યુધ્ધ તને પરાજયી બનાવ્યા છે. પાગલને પાગલતા ન સમજાય. તેવી વાત છે. હવે કહું છું યુદ્ધ કરી લે. વિજય તારે છે. આ યુદ્ધમાં જે વિજયી બની જાય તો ફરી કયારેયે તારે યુદ્ધના મેદાનમાં જવું ના પડે. તૈયાર થઈ જા. સમયને સમજી લે... માનવનું ઔદારિક શરીર એ ભાવ યુદ્ધને ગ્યા છે. કામણ શરીર અને તૈજસ શરીર ભાવયુદ્ધને વેગ્ય નથી. વૈકિય શરીર દ્વારા તે વિવિધ રૂપો જ થાય. કયાં શાતાદનીય જન્ય સુખો અનુભવ