________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
૨૧૭
જ આત્મા લેપાય છે. આઠકમ રહિત તે અહી–નિઃસ્નેહી. કર્મ સહિત તે સ્નેહી. કર્મ રહિત તે નિઃસ્નેહી.
- ગુરુજીગુરુજી...પંડીત માત્ર નિઃસ્નેહી-કર્મ રહિત. સિદ્ધ ? બહુ સરસ !
સુશિષ્ય ! ઉતાવળે આંબા ન પાકે. શાસ્ત્રના રહસ્ય સમજવા દૌર્ય જોઈએ. અધીરતા–ચંચળતા તને શાસ્ત્ર પારગામી નહિ બનાવે. સાંભળી લે તારા પ્રશ્નને જવાબ.
પંડીત તે કર્મ રહિત નહિ પણ નકકી કર્મ રહિત બનનાર. આસન ભવ્ય આત્માને મોક્ષ નજદીક હોય છે. એટલે નજદીકના ભવિષ્યની વાત વર્તમાન જેવી કહેવાય એટલે ભવિષ્યકાળની સિદ્ધિને વર્તમાનમાં બતાવી.
જે પ્રભુની આજ્ઞાની આકાંક્ષા રાખનાર પંડીત છે તે અનેહી છે. અસ્નેહી-કર્મ રહિત સિદ્ધ થાય છે. તે પણ મારે શિષ્ય ! તને પણ મારા આશીર્વાદ તું પણુ પંડીત બન પ્રભુની આજ્ઞાની આકાંક્ષા રાખનાર પડિત બન.... A પ્રભુની આજ્ઞાની આકાંક્ષા રાખનાર પડીત કર્મ રહિત સિદ્ધ બને છે.
બસ, તું પણ સિદ્ધ બન એ જ શુભાશિષ
ગુરુદેવ! હું પંડીત બનીશ કે નહિ તે મને ખબર નથી. આપ જ મારા ભવિષ્ય જાણનાર ભાવિના ઘડવૈયા છે. પણ હું એટલું તે અવશ્ય કહું છું આપ સમા પંડીત ગુરુને સુશિષ્ય બનવા અવશ્ય કેશીશ કરીશ. “મારથ આપના.....પ્રયત્ન મારે... બસ, ગુરુદેવ મને આશિષથી ધન્ય બનાવે.'