________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
| [ ૨૧૧
કર, પણ શકિત–સામર્થ્ય હોય તે પીછેહઠ ન કર. જેમ વૃક્ષ ઉપરથી કુલ લઈએ તે કુલ આવે, કુલ ન ચૂંટીએ તે વૃક્ષ કરમાઈ જાય. જેમ કૂવામાંથી પાણી ખેંચીએ તે પાતાળ સેર ફૂટે, પણ પાણી ન કાઢીએ તે કૂવે સૂકાઈ જાય, તેમ સાધક! જે તું સર્વ શક્તિથી પુરુષાર્થ કરે તે અનંત શક્તિને સ્વામી બને, તારા સામર્થ્ય-શક્તિને રોકનાર અંતરાય કમને પાધરા પિબાર ગણવા પડે, પણ શકિત છતાં શકિતને સદુપયેાગ ન કરે તો તે શકિત બીજા જન્મમાં ન મળે.
શ્રી આચારાંગસૂત્ર તે માતાના દૂધ જેવું પાચ્ય છે. માતાનું દૂધ બાળકનું સ્વાધ્ય સુધારે તેમ શ્રી આચારાંગસૂત્રનું અમીપાન તારું ભાવ સ્વાચ્ય અવશ્ય સુધારે.
ન નિહણિજજ વીરિય” તું શકિતને નાશ ના કર, પણ સદુપયોગ કર.
વ્યક્તિની અનાદિની આદત છે. ડું કરી સારું કહેવાની આદત જતી નથી, એટલે કઈ પણ કર્તવ્ય કર્યાબાદ તુરત વ્યક્તિ કીતિના માર્ગે ચાલ્યા જાય છે, તેને શ્રી આચારાંગ સૂત્ર કહે છે
સન્માગનેન્સત્ શક્તિ વિકાસને તારે સંપૂર્ણ પુરુષાર્થ હશે તે સિદ્ધિ તારા ચરણ-કમલને ચૂમશે. તારી સિદ્ધિ એજ પ્રસિદ્ધિ બની જશે. પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ નહિ કરવો પડે.”
શ્રી આચારાંગસૂત્રનું પ્રવપદ “નો નિહણિજજ વીરિય.” હજી સાધકના કાનમાં કંઈક કહે છે. જે, તું શક્તિને સંપૂર્ણ સદુપયોગ નહિ કરે તો તારી શક્તિઓનો તારા હાથે જ નાશ થશે. તારી સિદ્ધિ તારા હાથે જ નષ્ટ–ભ્રષ્ટ થઈ જશે.
તું તપ કરે છે પણ જવાબ મેળવ તારા આત્માથી... સંપૂર્ણ શકિતથી ત૫ધર્મની આરાધના કરી કે તપસ્વી કહેવરાવવા ? તું જ્ઞાન અજન કરે છે પણ તારી સ્મરણ શકિત પ્રમાણે કે કેઈના પ્રમાણમાં ? તું વૈયાવચ્ચ કરે છે કેઈને