________________
૨૧૦ ] કલેશ-કંકાસ એ સદ્બુદ્ધિનું બાષ્પીભવન યંત્ર
જાહેરાત–પ્રદશન એટલે માન-સન્માન–કાતિને સસ્તે માર્ગ. શાસ્ત્ર ક્યારેય કીતિના માર્ગની પ્રેરણા ના કરે. શાસ્ત્ર તે કર્તવ્ય પથને ઉપદેશ આપે. વીર વર્ધમાન સ્વામી જન્મથી ત્રણ જ્ઞાન યુક્ત, દીક્ષા બાદ મનઃ પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ, કેવળજ્ઞાન થવાનું એ નિશ્ચિત હકીકત, પણ પરમાત્માએ કેટલાં વર્ષ તપ કર્યો? કે તપ કર્યો ? કેવી રીતે તપ કર્યો? પ્રભુએ સાડાબાર વષ ઘેર તપ કર્યો, પ્રાયઃ બધે તપ નિર્જળ ક, સંપૂર્ણ તપ કાર્યોત્સર્ગ ધ્યાનમાં અપમૃત્તભાવે કર્યો, એ પરમાત્મા તને પ્રેરણા કરે છે.
ને નિહણિજજ વીરિય સંયમ અનુષ્ઠાન કર. શક્તિને ગુપ્ત ન રાખ.
શક્તિ ન છૂપાય એ દ્વારા પણ ઝભુ ફરમાવે છે પુરષાથમાં પામર ના બન, પુરુષાર્થ દ્વારા તું પણ પ્રભુ બન. તારી જે આરાધનામાં શક્તિ હેય-રૂચિ હોય તેમાં સંપૂર્ણ પુરુષાર્થ કર..
“સામર્થ હોય છતાં–શક્તિ હોય છતાં ગણત્રી કરે તે વણિકવૃત્તિ “શક્તિને સંપૂર્ણ સદુપયોગ કરે તે વીરવૃત્તિ.
વીર પ્રભુ તને શક્તિને સદુપયોગ કરવા પ્રેરણા કરે છે. સાધક ! જે તે સંપૂર્ણ શક્તિથી તપ કરીશ તે અણહારી પદ પ્રાપ્ત કરીશ. શકિત સામર્થ્ય હોવા છતાં ગેડે ઘણે તપ કરીશ તે આલૌકિક ફળરૂપ બળ–અપ–રિદ્ધિ-પુણ્ય વિગેરે ફળ મળશે. ' - સાધક ! જે તે જ્ઞાન પ્રાપ્તિમાં અપ્રમ્રત ભાવે લાગીશ તે કેવળજ્ઞાનને વિદ્યાથી બનીશ, શક્તિ ગુપ્ત રાખી જ્ઞાન મેળવીશ—અલભ્ય પ્રયત્ન કરી જ્ઞાની કહેવરાવીશ તે કાંતિ મળશે પણ સગુણ નહિ મળે. શ્રી આચારાંગસૂત્ર કહે છે– સાધક ! મન-વચન–અને કાયા ત્રણે શકિતને સંપૂર્ણ પણે વિકસિત