________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
1 ૧૯૫
વગણાને જથ્થ-જડ જડ પ્રત્યે પ્રેમ ત્યાં શાંતિ ક્યાંથી હોય? જેનાથી શાંતિ નહિ તે ઉપધિ નહિ પણ ઉપાધિ. જે, તું કેઈને શાંતિમાં સહાયક બને તે ઉપધિ.
મોક્ષની આરાધનામાં નિમિત્ત બને, પ્રેરક બને, મદદગાર બને તે ઉપધિ અન્યથા ઉપાધિ.
મારે મારી જાતને પ્રશ્ન પૂછવાને છે અને તારે તારી જાતને પ્રશ્ન પૂછવાને છે કે તું ઉપાધિ કે ઉપાધિ?
ઉપકરણ–એ–પાત્ર–વસ્ત્ર વિગેરેને ઉપધિ ઘણીવાર કહ્યું છે, કારણ, ચારિત્ર પાલનમાં સહાય કરે છે, પણ હવે જવાબ આપવાનું છે... આપણે ઉપધિ કે ઉપાધિ?
સૌને આરાધનામાં સહાયક ખરા? સાની વાત તો ખૂબ દૂર. જેને તમે આરાધનામાં સહાય કરી તેને માટે તે ઉપાધિ કે ઉપાધિ? જેને તારે આરાધનામાં સહાય કરવાની છે તેવા આશ્રિતવર્ગ માટે તું ઉપાધિ કે ઉપાધિ?
તારું મન તારા માટે ઉપધિ કે ઉપાધિ ?
ગુરુદેવ ! દ્રવ્ય ઉપધિ છોડું.... પણ ભાવ ઉપધિ કયાંથી છૂટે? આપ સમજાવે છે ત્યારે લાગે છે–અંતરથી ઉપાધિ છૂટી નથી. એટલે છેડેલી બાહ્ય ઉપાધિ પણ પાછી ફરી મારી પાસે આવી જાય છે. નામ બદલાય છે પણું ઉદ્દેશ બદલાતો નથી. આંતર ઉપાધિથી ઘેરાયેલ હું મેક્ષ માગના આલબનેને પણ ઉપાધિ બનાવી દઉં છું... આ મારી ભયંકર વિચિત્રતા
ગુરુ-શિષ્ય જેવા આધ્યાત્મિક પાત્રોને પણ મારૂં મેલું મન ઉપાધિ બનાવી દે છે. તે પછી વસ્ત્ર–પાત્રનુ પૂછવું? શુ? આપ જ મારા તારક અને ઉદ્ધારકે, એટલે આપ જ મને સમજાવી શકે.
સાધુ થયે એટલે સાધનાને પ્રારંભ થયે, સાધનાની