________________
૧૯૬ ]
સત્તાની સામે મૌન રાખે તે ડાહ્ય
પૂર્ણાહુતિ નહિ. સાધુ થયે એટલે ઉપાધિથી અળગા થવાની ભાવના, પણ બધી જ ઉપાધિ દૂર નહિ. ઉપાધિ દૂર કરવાને પ્રયત્ન પ્રારંભ કર્યો...
ગુરુદેવ ! કહીને, સર્વ ઉપાધિ કયારે દૂર થાય? મારે તો સવ સમય માટે સર્વ ઉપાધિને ત્યાગ કરે છે.
જ્યાં ઉપાધિ ત્યાં આનંદ નહિ? જ્યાં નિરૂપાધિ ત્યાં જ શાશ્વ—સત્ય-આનંદ વત્સ ! યાદ રાખી લે, શ્રી આચારાંગસૂત્રનું અમરપદ. “કિમત્યિ વાહી પાસગર્સ?
દશકને ઉપાધિ કયાંથી? દર્શક–વિશ્વદર્શક-કેવળજ્ઞાની, કેવળજ્ઞાની નિરૂપાધિક જે તારે ઉપાધિ રહિત થવું હશે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. સૂર્ય હોય તે જેમ અધિકાર ન રહે તેમ કેવળજ્ઞાન હોય તે કઈ ઉપાધિ ના રહે. બધી ઉપાધિને ઉચાળા ભરવા પડે..
કેવળજ્ઞાન ત્યારે જ પ્રગટ થાય જ્યારે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણય કર્મ, મેહનીય કર્મ, અંતરાયકમ નષ્ટ થાય. બાકીના ચાર કર્મોને પણ કહી દેવું પડે. હવે અમારી ની મર્યાદા છે. અમે પણ વિદાય લઈ લેવાનાં. કેવળજ્ઞાન વગર ભાવ ઉપાધિ તે નષ્ટ થાય જ નહિ.
જ્ઞાનમાં તાકાત છે ઉપાધિ નષ્ટ કરવાની છે
“તારી અનેક ફરિયાદ હોઈ શકે” આ ચોથા આરે નથી. વારાષભ નારા સંઘયણ નથીશુકલધ્યાન નથી.
પછી કેવળજ્ઞાન કેવી રીતે મળે?. મારી તે ઉપાધિ નષ્ટ થવાની નથી. આવી રેતલ વાત ના કરતા અનુપમા દેવી પાસે તારા જે જ કાળ, શરીર, ધ્યાન હતા. પણ તેમની ઉપાધિ નષ્ટ થઈ ગઈ કેવળજ્ઞાન મેળવ્યું.
ગુરુદેવ ! અનુપમાદેવીએ કેવળજ્ઞાન મેળવ્યું. તે તે. મહાવિદેહ ક્ષેત્રમાં ને? અહિં ભરતક્ષેત્રમાં તે નહિ ને ?